બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મુંબઈ / બોલિવૂડ / અનંત-રાધિકાના લગ્નમાં અંબાણીએ પાણીની જેમ રૂપિયો વહાવ્યો, ખર્ચો એટલો કે ઝીરો ગણતા રહી જશો
Last Updated: 08:26 AM, 13 July 2024
Anant Ambani Radhika Merchant Wedding મુકેશ અંબાણીના ત્રણ સંબંધીઓમાં ઈશા અંબાણીના સસરા અજય પીરામલ સૌથી અમીર છે. તે પિરામલ ગ્રુપના માલિક છે, જેની 30 દેશોમાં શાખાઓ છે.
ADVERTISEMENT
દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ શુક્રવારે હંમેશા માટે એકજુટ થવાના છે. આંતરરાષ્ટ્રીય મહેમાનો, ઉચ્ચ સુરક્ષા અને કરોડોની કિંમતની રિટર્ન ગિફ્ટ્સ, ભવ્ય લગ્ન સમારોહમાં પૈસા પાણીની જેમ ખર્ચવામાં આવે છે તેની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. રાધિકાના પિતા અને મુકેશ અંબાણીના સમધી વીરેન મર્ચન્ટ એક હેલ્થકેર કંપની ઇનકોરના CEO છે.
ADVERTISEMENT
મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને પુત્રી ઈશા અંબાણીના લગ્ન પણ મોટા ઘરમાં થયા છે અને તેમના સાસરિયાઓ ખૂબ જ અમીર છે. જો કે તે મુકેશ અંબાણી કરતા ઓછા અમીર છે. ચાલો જાણીએ મુકેશ અંબાણીની ત્રણ સંબંધીઓમાં સૌથી અમીર કોણ છે.
અજય પીરામલ
ઈશા અંબાણીના લગ્ન પીરામલ ગ્રુપના માલિક અજય પીરામલના પુત્ર આનંદ સાથે થયા છે. મુકેશ અંબાણીના સૌથી અમીર સંબંધી અજય પીરામલ છે. પિરામલ ગ્રુપ, જે ફાર્મા, હેલ્થકેર અને ફાઇનાન્શિયલ સર્વિસિસનો બિઝનેસ કરે છે, તેની 30 દેશોમાં શાખાઓ છે. ફોર્બ્સ અનુસાર, અજય પીરામલની કુલ સંપત્તિ લગભગ $3 બિલિયન એટલે કે 25,052 કરોડ રૂપિયા છે. પિરામલ ગ્રુપના બોર્ડમાં ગ્રુપના વાઇસ ચેરપર્સન અજય પીરામલ અને અજય પીરામલની પત્ની સ્વાતિ, પુત્રી નંદિની અને પુત્ર આનંદનો પણ સમાવેશ થાય છે.
અરુણ રશેલ મહેતા
મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા હીરા ઉદ્યોગપતિ અરુણ રશેલ મહેતાની પુત્રી છે. તેઓ ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ રોઝી બ્લુના મેનેજિંગ ડિરેક્ટર છે અને રોઝી બ્લુની દેશના 26 શહેરોમાં 36 શાખાઓ છે. બિઝનેસ ટુડેના એક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2018-19માં અરુણ રશેલ મહેતાની કુલ સંપત્તિ 3,000 કરોડ રૂપિયા હતી. વર્ષ 2022માં રોઝી બ્લુ ઈન્ડિયાની આવક 5,599 કરોડ રૂપિયા હતી.
વિરેન મર્ચન્ટ
અનંત અંબાણીના સસરા અને રાધિકા મર્ચન્ટના પિતા વિરેન મર્ચન્ટ હેલ્થકેર કંપની Encore Healthcareના સ્થાપક અને CEO છે. 2000 કરોડની કંપની ચલાવતા વીરેન મર્ચન્ટની નેટવર્થ 755 કરોડ રૂપિયા છે. અહેવાલો અનુસાર રાધિકાની માતા શૈલા મર્ચન્ટ પણ એન્કોર હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર છે અને તેમની કુલ સંપત્તિ 10 કરોડ રૂપિયા છે. જો આ પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો મુકેશ અંબાણીના ત્રણ સંબંધીઓમાં વિરેન મર્ચન્ટ પાસે સૌથી ઓછા પૈસા છે. અનંત અને રાધિકાના લગ્નમાં 3000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. વિરેન મર્ચન્ટની નેટવર્થ અંબાણી પરિવારે લગ્નના ફંક્શનમાં અત્યાર સુધી જેટલો ખર્ચ કર્યો છે તેના કરતાં અનેકગણી ઓછી છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Emergency Box Office Collection / પહેલા જ દિવસે ન ચાલ્યો કંગનાની 'ઇમરજન્સી'નો જાદુ, ધીમી શરૂઆત સાથે જુઓ કેટલી કમાણી કરી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.