ambani security scare vehicle owner found dead ats files case of murder
મુકેશ અંબાણી કેસ /
વિસ્ફોટકવાળી સ્કોર્પિયોના માલિકનાં મોત પર નવો વળાંક, ATS એ હત્યાની ફરિયાદ નોંધી
Team VTV08:43 AM, 08 Mar 21
| Updated: 08:51 AM, 08 Mar 21
મનસુખના મોતના મામલામાં એટીએસએ અજાણ્યા વ્યક્તિની વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો છે
એટીએસે મનસુખ હિરેનની હત્યા હોવાની શંકા વ્યક્ત કરી
પહેલા પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આત્મહત્યાનો દાવો કરાયો
મનસુખની ડેડ બોર્ડી પર ઈજાના નિશાન મળ્યા
ગત દિવસોમાં મુંબઈમાં દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકોથી લાદેલી સ્કોર્પિયો મળી હતી. શુક્રવારે સમાચાર મળ્યા કે સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનનું મોત થઈ ગયુ. હવે મનસુખના મોતના મામલામાં એટીએસએ અજાણ્યા વ્યક્તિની વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો છે. આ પહેલા પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આત્મહત્યાનો દાવો કરવામાં આવ્યો હતો.
એટીએસે મનસુખ હિરેનની હત્યા હોવાની શંકા વ્યક્ત કરી
મુંબઈ સ્કોર્પિયો કાંડની તપાસ કરી રહેલી એટીએસે મનસુખ હિરેનની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી છે. તપાસ એજન્સીએ આ મામલામાં અજાણ્યા વ્યક્તિની વિરુદ્ધ હત્યાનો મામલો દાખલ કર્યો છે. આ મામલામાં એટીએસની કલમ 302, 201, 34, અને 120બી અંતર્ગત મામલો દાખલ કરાયો છે.
ક્રાઈમ સીનને રિક્રિએટ કરશે
કાલે મુંબઈમાં જે જગ્યાએ મનસુખનો મૃતદેહ મળ્યો હતો. ત્યાં એટીએસે મુલાકાત કરી પુરાવા શોધવાનો પ્રયત્ન કર્યો છે. તપાસ ટીમ સમગ્ર ઘટનાને સમજ્યા બાદ ક્રાઈમ સીનને રિક્રિએટ કરશે. એ જાણવાનો પ્રયાસ કરશે કે મનસુખ પાણીમાં કેવી રીતે પડ્યા હશે અથવા ફેંકવામાં આવ્યા હશે.
મનસુખની ડેડ બોર્ડી પર ઈજાના નિશાન મળ્યા
એટલે કે એટીએસ મનસુખ હિરેનની હત્યાની શંકાને સંપૂર્ણ નકારી નથી. હકિકતમાં મનસુખની ડેડબોર્ડી પર ઈજાના નિશાન મળ્યા છે. પરિવાર પહેલા જ હત્યાની શંકા વ્યક્ત કરી ચૂક્યું છે. એક ન્યૂઝ ચેનલે આ મામલાને સમજવા માટે ફોરેન્સિક એક્સપર્ટનો સંપર્ક કરતા તેમણે હત્યાની શંકા વ્યક્ત કરી છે.