બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / અંબાણી પરિવારની નાની વહુએ બતાવ્યો સ્વેગ, મિત્રની સંગીત સેરેમનીમાં કર્યો ધમાકેદાર ડાન્સ
Last Updated: 02:52 PM, 10 February 2025
મુકેશ અંબાણીની પુત્રવધૂ અને અનંત અંબાણીની પત્ની રાધિકા મર્ચન્ટ અનેક વખત હેડલાઇન્સમાં રહે છે. ક્યારેક તે પોતાના લુક્સથી તો ક્યારેક પોતાની સાદગીના કારણે ન્યૂઝમાં રહે છે. રાધિકા મર્ચન્ટના અનેક ફેન પેજ પણ છે જેના પર તેના વીડિયો અને ફોટા વાયરલ થતા રહે છે. અત્યારે રાધિકા ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. તેનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના ફ્રેન્ડ્સ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. રાધિકા મર્ચન્ટનો આ વીડિયો લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
ADVERTISEMENT
રાધિકા મર્ચન્ટે તાજેતરમાં મુંબઈમાં તેના બેસ્ટ ફ્રેન્ડના મ્યુઝિક સેરેમનીમાં હાજરી આપી હતી, જ્યાં તેને તેના મિત્રો સાથે ખૂબ ડાન્સ કર્યો હતો. આ વીડિયોમાં રાધિકા મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે અને તેના મિત્રો સાથે ડાન્સ મૂવ્સ કરી રહી છે. હંમેશાની જેમ આ વખતે પણ રાધિકા પોતાના ડાન્સથી ફેન્સને પ્રભાવિત કરી રહી છે. વીડિયોમાં રાધિકા તેના ફ્રેન્ડ્સ સાથે 'અનારકલી ડિસ્કો ચલી' પર ડાન્સ કરતી જોઈ શકાય છે.
ADVERTISEMENT
વાયરલ વીડિયોમાં રાધિકા મર્ચન્ટ શિમરી સિલ્વર કલરના લહેંગા અને હોલ્ટરનેક ચોલી પહેરેલી જોવા મળે છે. તેને કાનમાં લાઈટ ઇયરિંગ્સ પહેર્યા છે, અને હળવો મેકઅપ કર્યો છે તથા વાળ ખુલ્લા રાખ્યા છે. આ લુકમાં રાધિકા ખૂબસૂરત લાગી રહી છે. રાધિકા તેના ફ્રેન્ડ્સ સાથે ક્યૂટ સ્માઈલ સાથે ડાન્સ કરી રહી છે. તેના ફેન્સને તેની આ સ્ટાઇલ ખૂબ જ પસંદ આવી રહી છે. જેમાં અનેક યુઝર્સ આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે અને અને રાધિકાના ડાન્સ મૂવ્સના વખાણ કરી રહ્યા છે.
વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું હતુ કે- "તમે ખૂબસૂરત છો રાધિકા". બીજા યુઝરે લખ્યું- "બ્યુટીફુલ બટરફ્લાય". અન્ય એક યુઝરે તેના વખાણ કરતા લખ્યું હતું કે, "આટલી અમીર હોવા છતાં પણ કોઈ ઘમંડ નથી. રાધિકા ખૂબ જ ડાઉન ટુ અર્થ છે."
રાધિકા મર્ચન્ટ અનેક વખત કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. હમણાં તે નવા વર્ષની ઉજવણી વખતે પણ સમાચારમાં રહી હતી. રાધિકાએ તેના પરિવાર અને સેલિબ્રિટી મિત્રો સાથે પહેલા ક્રિસમસ અને પછી નવું વર્ષ ઉજવ્યું હતું. બાદમાં તેને એન્ટિલિયામાં અંબાણી પરિવાર સાથે તેમની પહેલી મકરસંક્રાંતિની ઉજવણી કરી. તો થોડા દિવસ પહેલા તેના વેકેશનના ફોટા પણ સમાચારમાં રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.