બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આ કોઇને ખબર નહીં હોય! પ્લેન ક્રેશ પર અંબાલાલ પટેલની પ્રતિક્રિયાએ મચાવ્યો હડકંપ
Last Updated: 03:25 PM, 16 June 2025
અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના પર અંબાલાલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આ દુર્ઘટના પાછળના કારણને લઇને બોલતા કહ્યું કે,
ADVERTISEMENT
'પૂનમની આસપાસ ગ્રહદશા ખરાબ હતી. સવારના સમયે કર્ક લગ્નમાં મંગળ કેતુનો યોગ હતો. આઠમાં સ્થાને આયુષ્યમાં રાહુનો યોગ હતો. બપોરે 12 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં 12માં એટલે કે પરદેશના સ્થાનમાં મંગળ-કેતુનો અંગારક યોગ હતો.'
ઉપરાંત ચંદ્ર સાથે કેટલાક પાપ ગ્રહોનો કેન્દ્ર યોગ બનાવી રહ્યા હતા.જેમાં બુધ જેવા ગ્રહોના પ્રતિયોગી બનતો હતો. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ચંદ્ર ગુરૂનો પ્રતિ યોગ પૂનમમાં ભરતી ઓટ લાવે છે. પૂનમના કારણે મન-દિમાગને ભ્રમિત કરતો યોગ રહે છે. વિમાન ક્રેશ વખતે આક્રોશ યોગ આ સમયે બનતો હતો. વાયુ યાનનું સ્થળ પતન યોગ થતો હતો. આગ અકસ્માતની દુર્ઘટનાનો યોગ બનતો હતાો. જેના કારણે કોઈ જગ્યાએ મોટી દુર્ઘટના બનતી હોય છે.
ADVERTISEMENT
નબળા યોગ વચ્ચે ભગવાનની પ્રાર્થના કરવી. સત્વ ગુણ વધારવા હનુમાન ગણેશની પૂજા અને યજ્ઞ કરવા જોઈએ. અંબાલાલે જણાવ્યું હતું કે, 2025 અને આવનાર વર્ષો વિશ્વ માટે નબળા સાબિત થઈ શકે છે. 2026 સુધી આ અસરો યથાવત રહી શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને યુરોપના કેટલાક દેશોમાં ઘટનાઓ વધુ ઉગ્ર બની શકે છે. અમેરિકામાં પણ અનિષ્ટ ઘટનાઓ સર્જાય તેવી શક્યતા છે.
શું હતી સંપૂર્ણ ઘટના?
અમદાવાદમાં 12મી જૂને બપોરે એક દુખદ ઘટના બની હતી. જેમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં દેશ-વિદેશમાં પડઘા પડ્યા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયા હતા. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું પણ અવસાન થયું હતું. હાલ આ પ્લેન ક્રેશની ઘટના કેવી રીતે બની તેની એજન્સીઓ તપાસ કરી રહી છે. હાલ અમદાવાદ સિવિલમાં મૃતદેહોના DNA મેચની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. હાલ 99 લોકોના DNA મેચ થયા છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.