Ambalal Patel's Predicution About Weather he Said rain will again in gujarat
આગાહી /
ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી આ આગાહી
Team VTV11:31 AM, 01 Mar 20
| Updated: 11:38 AM, 01 Mar 20
વાતાવરણ પલટાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે ઉ.ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની શક્યતા છે. આગામી 12થી 14 માર્ચે કમોસમી વરસાદ પડી શકે છે. 23 માર્ચથી જૂનની શરૂઆત સુધી વાતાવરણમાં પલટો રહેશે. આ વર્ષે ઉનાળામાં ત્રણ ઋતુનો એક સાથે અહેસાસ થશે. સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધુ રહેશે. અફઘાનિસ્તાન અને ઈરાનથી ઠંડા પવન ફૂંકાશે. જેના કારણે વાતાવરણમાં પલટો રહેવાની શક્યતા છે. રાજ્યમાં આગામી 4થી 6 માર્ચ સુધી ઠંડીનું પ્રમાણ રહેશે અને 20 એપ્રિલથી આકરી ગરમીનો અહેસાસ થશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી
કમોસમી વરસાદની શક્યતા સાથે રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર
12થી 14 માર્ચ કમોસમી વરસાદ રહેશે
અંબાલાલ પટેલે કરી આ આગાહી
ઉ.ગુજરાત, કચ્છમાં કમોસમી વરસાદની શક્યતા.
સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે.
12થી 14 માર્ચે કમોસમી વરસાદની શક્યતા છે.
23 માર્ચથી જૂનની શરૂઆત સુધી વાતાવરણમાં પલટો રહેશે.
આ વર્ષે ઉનાળામાં ત્રણ ઋતુનો એક સાથે અહેસાસ થશે.
આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધુ રહેશે.
અફઘાનિસ્તાન અને ઈરાનથી ફૂંકાશે ઠંડા પવન.
ઠંડા પવનના કારણે વાતાવરણમાં પલટો રહેવાની શક્યતા.
રાજ્યમાં આગામી 4થી 6 માર્ચે સુધી ઠંડીનું પ્રમાણ રહેશે.