Ambalal Patel's prediction: 5 days of calamity cloud over Gujarat, unseasonal rain in this district
હવામાન /
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાત પર 5 દિવસ આફતના વાદળ ઘેરાશે, આ જિલ્લામાં કમોસમી વરસાદ પડશે
Team VTV06:04 PM, 13 Mar 23
| Updated: 06:30 PM, 13 Mar 23
રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને લઈને રાજ્યનાં મોટા ભાગનાં માર્કેટયાર્ડ દ્વારા હરાજી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી
15 માર્ચથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણમાં અને વરસાદની શકયતા- અંબાલાલ પટેલ
ભાવનગર અને જૂનાગઢની દરિયાઈ પટ્ટીમાં થઇ શકે વરસાદ- અંબાલાલ પટેલ
રાજ્યમાં ભર ઉનાળાની સીઝનમાં ઠેર ઠેર કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે વરસાદના કારણે ખેડૂતોએ ખેતરમાં વાવેતર કરેલ પાકને નુકશાન પહોંચ્યું છે. ત્યારે ખેડૂતોએ ખેતરમાં વાવેતર કરેલ ઘઉ. જીરૂ, રાઈ, તમાકુ સહિતના પાકોને નુકશાન પહોંચવા પામ્યું છે. ખેતરમાં મોંઘા બિયારણ વાપરીને ખેડૂત દ્વારા પાકનું વાવતેર કરવામાં આવે છે. ભર ઉનાળામાં પડેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે.
અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો
15 માર્ચથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદની સંભાવનાઃઅંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી કરી છે. ત્યારે 1 માર્ચથી રાજ્યમા વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યા છે. તેમજ 14 થી 18 દરમ્યાન વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. 16 માર્ચ અને 17 માર્ચનાં રોજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આણંદ, વડોદરા, ખેડા અને અમદાવાદ તેમજ લુણાવાડા, પંચમહાલ અને છોટાઉદેપુરમાં વરસાદ થવાની શક્યતા છે. અને દરિયાઈ પટ્ટી વિસ્તાર એવા ભાવનગર અને જૂનાગઢમાં પણ વરસાદ થઈ શકે છે.
જણસી વરસાદમાં પલળે નહી તે માટે સુરક્ષીત મુકવામાં આવી
આગામી 2 દિવસ ખેડૂતો જણસ લઈને ન આવે તેવી જાહેરાત
હવામાન વિભાગ દ્વારા કરાયેલ કમોસમી વરસાદની આગાહી કરી છે. જેને લઈને રાજ્યનાં વિવિધ માર્કેટયાર્ડમાં હરાજી બંધ રાખવામાં આવી છે. ત્યારે રાજકોટના ઉપલેટા યાર્ડમાં હરાજી બંધ રાખવામાં આવી છે. તેમજ આગામી બે દિવસ ખેડૂતો જણસ લઈને ન આવે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. ત્યારે જે ખેડૂતો સૂચનાથી અજાણ છે અને માર્કેટયાર્ડમાં માલ લઈને આવે છે તેવા ખેડૂતો માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ખેડૂતોની જણસ સુરક્ષિત રાખવા માટે પણ યાર્ડમાં વ્યવસ્થા કરાઈ છે.