બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં શિયાળો ક્યારે જામશે? અંબાલાલ પટેલે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Last Updated: 09:42 PM, 29 November 2024
રાજ્યમાં ઠંડીનું આગમન થઈ ગયું છે.. ઠંડીનો ચમકારો વધતા રાજ્યભરમાં તાપમાનનો પારો નીચે ગગડ્યો છે. ત્યારે બાલાલ પટેલ આગાહી કરતા કહ્યું કે, ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધી ગુજરાતમાં શિત લહેરની કોઈ જ સંભાવના નથી. તેમ છતાં ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લીના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે જ્યારે 4 ડિસેમ્બર પછી ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતાઓ છે. તો કેટલાક ભાગોમાં 13 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.
ADVERTISEMENT
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. વધુમાં જણાવ્યું છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે. બીજી બાજુ બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થશે આ તોફાનની અસર તામિલનાડુ પાંડેચેરી અને ચેન્નઈના ભાગોમાં 29 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી થવાની શક્યતા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ઓખાથી પાકિસ્તાનના જાસૂસની ધરપકડ, ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક ખુલાસો, જુઓ 8 મોટા સમાચાર
એકથી બે ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એક થી બે ડિગ્રી તાપમાન ઘટી શકે છે. હાલ પૂર્વીય પવનો ફૂંકાતા હવામાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહિવત છે. ડિસેમ્બરથી બાંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે. તો 15-17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિંમત વર્ષા થશે. 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.