બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Ambalal Patel predicted that there is a possibility of rain in Saurashtra, Kutch and North Gujarat
Dinesh
Last Updated: 11:06 PM, 4 February 2024
ADVERTISEMENT
રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, સાથો સાથ તેમણે ઠંડીને લઈ પણ મહત્વની આગાહી કરી છે. કમોસમી મૂસીબત સમાન માવઠાની આગાહી કરતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે.
ADVERTISEMENT
વરસાદી છાંટા પડવાની શક્યતા
અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શક્યતા છે. આગાહી મુજબ 3થી 5 ફેબ્રુઆરી વચ્ચે ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. પશ્ચિમી વિક્ષેપને લઈ તારીખ 5 અને 6 ફેબ્રુઆરી સુધીમાં કચ્છ વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એમ પણ કહ્યું કે, આ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠુ થઇ શકે છે.
વાંચવા જેવું: રજાઓની હારમાળા વચ્ચે ગુજરાતમાં ફાઈવ ડે વીકની કેટલી જરૂર? શું વાસ્તવમાં કાર્યક્ષમતામાં સુધારો જોવા મળશે?
ઠંડીને લઈ અંબાલાલની આગાહી
અંબાલાલ પટેલે ઠંડીને લઈ આગાહી કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ 13 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડશે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છ ડિગ્રી સુધી પારો ગગડીને નીચે જવાની શક્યતા છે. આગામી 19થી 22 ફેબ્રુઆરી વચ્ચે વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.