બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પવનોની ગતિ વધશે, ખેતરોમાં ઉભો પાક ખરી જવાની શક્યતા, અંબાલાલની ચિંતાજનક આગાહી

આગાહી / પવનોની ગતિ વધશે, ખેતરોમાં ઉભો પાક ખરી જવાની શક્યતા, અંબાલાલની ચિંતાજનક આગાહી

Last Updated: 05:37 PM, 6 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel Forecast : અંબાલાલની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ જોવા મળશે, ધીમીધીમે મહત્તમ તાપમાનમાં વધારો થશે તો તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચી શકે છે

Ambalal Patel Forecast : રાજ્યમાં ફરી એકવાર ઠંડીના ચમકારા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં પવનની ગતિ વધુ રહેશે. અંબાલાલની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ જોવા મળશે. આ સાથે ધીમીધીમે મહત્તમ તાપમાનમાં વધારો થશે તો તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ સાથે ખેતરોમાં પાક ખરી જવાની આગાહીને પગલે હવે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ શકે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરતાં હવે જગતનો તાત મુંઝવણમાં મુકાયો છે. વાસ્તવમાં અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી તારીખ 7 અને 8 ફેબ્રુઆરી પવનની ગતિ વધુ રહેશે. આ સાથે 8-9 અને 10 ફેબ્રુઆરી વાદળો આવવાની સંભાવના છે. આ તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ જોવા મળશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે. આ સાથે રાજ્યમાં ધીમીધીમે મહત્તમ તાપમાનમાં વધારો થશે જે 35 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે.

જગતનો તાત ચિંતામાં

અંબાલાલ પટેલની આગાહીને લઈ રાજ્યના ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. વાસ્તવમાં અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 8-9 અને 10 ફેબ્રુઆરી વાદળો આવવાની સંભાવનાને લઈ ખેતરોમાં પાક ખરી જવાની શક્યતા રહેશે. જેને કારણે ખેડૂતોને મુશ્કેલીનો સમાનો કરવો પડી શકે છે.

માવઠા જેવી સ્થિતિ બનશે

રાજ્યનાં હવામાનને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં કેટલીક જગ્યાએ માવઠું પડી શકે છે. રાજ્યનાં અન્ય ભાગોમાં માવઠાની શક્યતા નથી. આગામી 7 ફેબ્રુઆરીએ ફરી ઠંડીમાં વધારો થશે. ઉત્તર ગુજરાતમાં 11 ડિગ્રી સુધી ન્યૂનતમ તાપમાન પહોંચશે. 23 ફ્રેબ્રુઆરીનાં અંતમાં ફરી માવઠા જેવી સ્થિતિ બનશે. માર્ચ અને એપ્રિલમાં પણ કમોસમી વરસાદની સંભાવના રહેશે.

રાજ્યના લોકો અનુભવી રહ્યા છે બેવડી ઋતુ

રાજ્યમાં ફેબ્રુઆરી મહિનો શરૂ થતાની સાથે જ બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ત્યારે ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી દિવસોમાં ઠંડીથી લોકોને રાહત મળી શકે છે. તેમજ હવામાન વિભાગે લઘુત્તમ તાપમાન વધવાનું અનુમાન કર્યું છે.

વધુ વાંચો : સુરતમાં ગટરમાં પડી ગયેલો માસૂમ જીંદગી સામે જંગ હાર્યો, મૃત હાલતમાં મળ્યો 2 વર્ષનો બાળક

7 દિવસ સૂકુ વાતાવરણ રહેશે: હવામાન વિભાગ

હવામાન વિભાગનાં ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ઠંડીને લઈ રાહતની આગાહી કરી છે. આગામી સમયમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. તેમજ આગામી 7 દિવસ સૂકુ વાતાવરણ રહેવાનું અનુમાન કર્યું હતું. તેમજ ઉત્તરથી ઉત્તર-પૂર્વનાં પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Farmers Ambalal Patel Forecast Winter
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ