બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઉત્તરાયણમાં ઠંડી ઓછી પવન વધારે! હવામાન વિભાગ અને અંબાલાલની આગાહી સમાન

ગુજરાત / ઉત્તરાયણમાં ઠંડી ઓછી પવન વધારે! હવામાન વિભાગ અને અંબાલાલની આગાહી સમાન

Last Updated: 07:51 AM, 11 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીને લઇ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી સામે આવી હતી. જેમાં તેઓએ ઉત્તરાયણમાં ઠંડીથી રાહત મળશે તેમ જણાવ્યું છે. જોકે હવામાન વિભાગની આગાહીએ પતંગરસિયાઓને ખુશ કરી દિધા હતા.

રાજ્યમાં ઠંડીનો માહોલ જામશે. કેમ કે આજથી રાજ્યના તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો આવશે. જેને લઈને ઠંડી વધશે. તો 24 કલાકમાં 2 ડિગ્રી તાપમાન વધવાની શકયતા સાથે ઉત્તરાયણ પર ઠંડી સાથે પવન પણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

4 ડિગ્રી સુધી તાપમાન ઘટશે

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. જ્યારે આજથી 2 ડિગ્રી તાપમાન ઘટશે અને બાદમાં 4 ડિગ્રી સુધી તાપમાન ઘટશે. જે તાપમાન ઘટતા ઠંડી વધશે. હવામાન વિભાગે જણાવ્યું કે હાલ અમદાવાદમાં 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું . તો હાલ પૂર્વથી દક્ષિણ પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. તો રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

14 જાન્યુઆરીએ પવનવાળો માહોલ

આ સાથે હવામાન વિભાગે અમદાવાદ અને આસપાસ વિસ્તારમાં 16 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે નોંધ્યું છે કે સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે વાતાવરણ માં પલટો આવી રહ્યો છે. તો આ સાથે હવામાન વિભાગે 14 જાન્યુઆરીએ ઠંડી સાથે પતંગ રસિયાઓ માટે પવન વાળો માહોલ રહેવાની પણ શકયતા વ્યક્ત કરી છે.

આજનું તાપમાન

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે ત્યારે 24 કલાકમાં તાપમાન ઘટતા ફરી ઠંડી વધશે. જેમાં નલિયામાં સૌથી ઓછું 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ 15 ડિગ્રી અને ગાંધીનગર 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અને ડીસા 12 ડિગ્રી, ભુજ 11 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું છે. ત્યારે સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે તાપમાનમાં ફેરફાર જોવા મળ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં HMPVનો વધુ એક કેસ, ઉત્તરાયણને લઈ પોલીસ કમીશનરનું જાહેરનામું, જુઓ 8 મોટા સમાચાર

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીની આગાહી કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં 14, 15, 16 જાન્યુઆરી ઠંડીથી રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી થશે. રાજ્યમાં રાજ્યમાં ન્યૂનતમ તાપમાનમાં વધારો થશે. જેમાં મહતમ તાપમાન 34 ડિગ્રીથી વધુ થઈ શકે છે. આ ઉપરાંત તારીખ 14 થી 18 જાન્યુઆરી રાજ્યમાં વાદળો રહેશે. જેને લઇ વાદળ હોવાથી ઠંડીમાં રાહત મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Uttarayan Weather Weather Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ