Ambalal forecasts hurricane with rains, Heavy winds will blow along the coast of Gujarat
આગાહી /
અંબાલાલે વરસાદની સાથે કરી વાવાઝોડાની આગાહી, આ તારીખે ગુજરાતના દરિયા કાંઠે ભારે પવન ફૂંકાશે
Team VTV03:55 PM, 07 Oct 21
| Updated: 04:07 PM, 07 Oct 21
ગુજરાતના દરિયા કાંઠા આ તારીકે ભારે પવન ફુંકાશે, હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી
ચોમાસાની વિદાય બાદ ગુજરાતમાં વરસાદની સંભાવના
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદની આગાહી
આ તારીખે ગુજરાતના દરિયા કાંઠે ભારે પવન ફૂંકાશે
હવામાન વિભાગના નિષ્ણાંક અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે, સાથે ગુજરાતના દરિયા કાંઠા આ તારીકે ભારે પવન ફુંકાશે તેવું પણ જણાવ્યું છે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 8 થી 12 ઓક્ટોબર સુધીમાં સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે, જ્યારે 12 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના દરિયા કાઠે ભારે પવન ફૂંકાશે, હવે ચોમાસું પુરુ થવાને આરે છે ત્યારે અંબાલાલ પટેલે પણ વરસાદની સંભાવાઓ વ્યક્ત કરી છે જેથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.
ગુજરાતના દરિયા કાઠે ભારે પવન ફૂકાશે
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધી ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે છે જ્યારે આગામી 2 થી 5 નવેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. મહત્વનું છે કે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી પરતું હવામાં ભેજ હોવાથી કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
નવરાત્રીમાં વરસાદ બની શકે છે વિઘ્ન
મહત્વનું છે કે આજથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે વરસાદનું વિઘ્ન ખૈલયાઓની રમઝટ બગાડી શકે લાગી રહ્યું છે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ કોઈ વિશેષ સિસ્ટમ સક્રિય થઈ નથી, પરતું ભેજવાળા વાતાવરણના કારણે વાદળો બંધાઈ રહ્યા છે, જેથી આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની સંભાનાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગે રાજ્યામાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની શક્યાતાઓ સેવી છે ચોમાસું હવે પૂર્ણ થવાને આરે છે ત્યારે ફરી સામાન્ય છુટો છવાયો વરસાદ આવે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં પડેલા ભારે વરસાદે ગુજરાતમાં તારાજી સર્જી હતી, ભારે વરસાદને કારણે નદી, નાળા અને જળાશયોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું જેથી અનેક જિલ્લાઓમાં રોડ રસ્તા અને વીજપોલને નુક્સાન થયું હતો, તો ખેડૂતોએ તૈયાર કરેલા પાકમાં પણ વરસાદી પાણી ફરી વળતા ખેડૂતા પાકને પણ નુક્સાની જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો. હવે માંડ ખેડૂતોની સ્થિતિ થાળે પડે છે, ત્યારે ફરી વરસાદી સંકટ જોવા મળી રહ્યું છે. જેને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.