બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હવે શરૂ થશે ગરમીનો અહેસાસ, સાથે ઉડશે ધૂળની ડમરીઓ, શું કહે છે અંબાલાલની આગાહી
Last Updated: 11:50 AM, 13 February 2025
આગામી દિવસોના હવામાનને લઇ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 15 ફેબ્રુઆરી ગરમી વધશે અને 17થી 19 ફેબ્રુઆરીના પવનનું જોર વધશે. જેઓના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. 50 કિલોમીટર ઉપરના પવનો દરિયામાં ફૂંકાવાની શક્યતા રહેતા દરિયા કિનારે પવન ફૂંકાશે. આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી થઈ જવાની શક્યતા રહેશે. 15 ફેબ્રુઆરી ગરમી વધશે અને 17થી 19 ફેબ્રુઆરીના પવનનું જોર વધશે. આંધી-વંટોળનું પ્રમાણ વધે અને ધૂળની ડમરીઓ ઉડશે.
ADVERTISEMENT
આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન....
બીજી તરફ ગુજરાતના હવામાન વિભાગે આ અંગેની આગાહી આપતા જણાવ્યું છે કે આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કેવો ફેરફાર થશે તે અંગેની આગાહી પણ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તે જોઈએ. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે, આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. આગામી પાંચ દિવસ તાપમાન ધીરે ધીરે વધશે પરંતુ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નથી. હાલ સિઝન બદલાઈ રહી છે. જેના કારણે થોડી ગરમીનો અનુભવ થશે. હાલ લઘુત્તમ તાપમાન સામાન્યની આસપાસ જ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાત કેડરના બે IAS અધિકારીની LBSNAA સિવિલ સર્વિસીઝ ટ્રેનિંગ સેન્ટર ખાતે બદલી
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, બુધવારે ગુજરાતનું સૌથી નીચું તાપમાન નલિયામાં 14.4 ડિગ્રી નોંધાયું છે. આ સાથે ગાંધીનગરમાં 16, ડીસામાં 14.8, અમદાવાદમાં 17.6 ડિગ્રી, રાજકોટ 17.7, વડોદરામાં 16.4 અને સુરતમાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.