અંબાલા / અહીં 1 નવેમ્બરથી સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર લાગશે BAN, નિયમ તોડશો તો થશે 5000 રૂ. સુધીનો દંડ

ambala polythene ban in ambala from 1st november

હરિયાણાના અંબાલા જિલ્લામાં 1 નવેમ્બરથી સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. અંબાલા નગર નિગમના સચિવે કહ્યું છે કે પર્યાવરણને સ્વચ્છ રાખવા અહીં 1 નવેમ્બરથી સિંગલ યૂઝ પ્લાસ્ટિકને બૅન કરાશે. દુકાનદારોને અપીલ કરાઈ છે કે તેઓ ગ્રાહકોને સામાન આપવા પોલિથિન બેગનો ઉપયોગ ન કરે. ગ્રાહકો પણ પોલિથિન બેગ લેવાની ના પાડે તેવો આગ્રહ કરાયો છે. આ સિવાય જો કોઈ નિયમ તોડશે તો 500થી 5000 રૂ. સુધીનો દંડ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ