બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ambaji temple revealed robbery by shopkeepers in the name of prasadi

હદ થઇ ગઇ! / માતાજીનાં ધામમાં પ્રસાદીનાં નામે ઉઘાડી લૂંટ, પાંચ ગણાં ભાવ લેવાતા થઈ ફરિયાદ, PIએ કહ્યું 'અમને ઉપરથી ના પાડી છે'

Dhruv

Last Updated: 11:06 AM, 5 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર ગણાતા અંબાજી ધામમાં પ્રસાદના નામે દુકાનદારો ઉઘાડી લૂંટ ચલાવતા ગ્રાહકે પોલીસ ફરિયાદ નોંધાવી.

 • અંબાજી ધામમાં પ્રસાદના નામે દુકાનદારોની ઉઘાડી લૂંટ
 • રૂ. 251ની પ્રસાદીના રૂ.1360 લેતા જાગૃત નાગરિકે કરી પોલીસ ફરિયાદ
 • માઇભક્તોની અનેકવાર રજૂઆત બાદ પણ પ્રશાસનના આંખ આડા કાન

બનાસકાંઠાનું અંબાજી ધામ કે જે આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે. અહીં દૂરદૂરથી રોજના હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ત્યારે માતાજીના આ પવિત્ર ધામમાં એક માઇભક્તને કડવો અનુભવ થયો. જેમાં પ્રસાદના નામે દુકાનદારો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. રૂ. 251ની પ્રસાદીના રૂ. 1360 લઇને દુકાનદારો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યાં છે. અમદાવાદના એક દર્શનાર્થીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મંદિર બંધ થઈ જશે કહીને જબરદસ્તીથી પ્રસાદની ટોપલી પકડાવી દેવાય છે

દુકાનદારો ગ્રાહકને મંદિર બંધ થઈ જશે એમ કહીને મન માંગ્યા પૈસા ઉઘરાવતા હોવાનો માઇભક્ત દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. જો કે, આ બાબતે ગ્રાહકે દલીલ કરતા દુકાનદારે મારવાની ધમકી હોવાનો ગ્રાહક આક્ષેપ લગાવે છે. ગ્રાહકને ડરાવી ધમકાવીને પૈસા પડાવતા હોવાની માઇભક્તે ફરિયાદ નોંધાવી છે. જો કે, આ મામલે અવ્યવસ્થાને લઇને માઇભક્તો દ્વારા અનેક વાર રજૂઆત કરવામાં આવી છે છતાં મંદિર પ્રશાસન દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

અંબાજીના PI ધવલ પટેલે કહ્યું 'અમને ઉપરથી બોલવાની ના પાડી છે'

આ મામલે ગોપાલભાઇ જેવાં જાગૃત નાગરિકે જ્યારે સવાલ ઉઠાવ્યો ત્યારે તેઓએ ત્યાંના પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી, ગ્રાહક સુરક્ષામાં પણ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ મામલે જ્યારે VTV ખુદ અંબાજીના PI ધવલ પટેલનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યું છે છતાં PI ધવલ પટેલ આ મામલે કંઇ પણ જવાબ આપવાની ના પાડી રહ્યાં છે. જવાબદાર અધિકારીઓને ફોન પણ લગાવવામાં આવી રહ્યો છે તેમ છતાં કોઇ જવાબ આપવા તૈયાર નથી. PI ધવલ પટેલ એવું કહી રહ્યાં છે કે, 'અમને ઉપરથી બોલવાની ના પાડી છે.' ત્યારે અહીં સૌથી મોટો એ સવાલ ઊભો થાય છે કે આ ઉપરવાળા કોણ છે? શા માટે કોઇ જવાબ આપવા તૈયાર નથી? શું આમાં સૌ કોઇની મિલીભગત છે? શું બધાની મિલીભગતના કારણે આ પ્રકારે દુકાનદારો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે? શા માટે આ મામલે પગલાં ભરવામાં નથી આવી રહ્યાં? આ સિવાય DySP સાહેબે પણ સવાલ સાંભળતાની સાથે જ ફોન કાપી નાખ્યો છે. જ્યારે જિલ્લા કલેક્ટર ફોન જ નથી ઉપાડી રહ્યાં.

DySP સાહેબે પણ સવાલ સાંભળતાની સાથે જ ફોન કાપી નાખ્યો

એક માઇભક્ત જ્યારે શ્રદ્ધા સાથે દર્શન કરવા આવી રહ્યો છે ત્યારે તેની સાથે પ્રસાદના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે. દુકાનદાર દ્વારા ગ્રાહકને જબરદસ્તીથી પ્રસાદની ટોપલી પકડાવી દેવામાં આવે છે અને પછી કહે છે જલ્દી જાઓ. મંદિર બંધ થઇ જશે. આપણે હિસાબ પછીથી જોઇ લઇશું. પછી જ્યારે ગ્રાહક પરત આવે છે ત્યારે તેને કડવો અનુભવ થાય છે. ગ્રાહકને ધમકી પણ આપવામાં આવે છે. આજુબાજુમાં એનાં જ જેવાં અન્ય લેભાગુ તત્વો ભેગાં થઇ જાય છે અને માઇભક્તને મારવાની પણ ધમકી આપે છે. ત્યારે આ ઊઘાડી લૂંટ હવે ક્યારે અટકશે તે એક મોટો પ્રશ્ન છે. અને તે ત્યારે જ બંધ થશે કે જ્યારે પ્રશાસન ખુદ તેમાં રસ લેશે. પરંતુ અંબાજીના PI ધવલ પટેલનો VTV એ સંપર્ક કર્યો ત્યારે PI ધવલ પટેલ કહી રહ્યાં છે કે, 'અમને ઉપરથી બોલવાની ના પાડી છે.' જ્યારે DySP સાહેબે પણ સવાલ સાંભળતાની સાથે જ ફોન કાપી નાખ્યો. આખરે કોણ તમને રોકી રહ્યું છે? તો મંદિરના વહીવટદાર આર.કે પટેલ કહે છે કે આ મંદિર બહારનો પ્રશ્ન છે એટલે તે અમારા અંડરમાં ના આવે. ત્યારે આ જોતા એવું લાગી રહ્યું છે કે, જાણે અંબાજી ધામમાં માઇભક્તો હવે 'રામ ભરોસે' જીવી રહ્યાં છે. અંબાજી ધામના બેફામ પ્રસાદિયાઓથી સૌ કોઇએ સાવધાન રહેવાની જરૂર છે.

જો કે, અહીં કેટલાંક સળગતા સવાલો પણ ઊભા થાય છે જેવાં કે....

 • ક્યાં સુધી ધર્મના નામે આવા ધતિંગ ચાલતા રહેશે?
 • આ બેફામ પ્રસાદીયાની દાદાગીરી કોણ બંધ કરાવશે?
 • શું હવે મા ના ધામમાં માઇભક્તો સુરક્ષિત નથી?
 • શું હવે મા ના પ્રસાદમાં પણ તોડપાણી થશે?
 • મા ના ધામમાં માઇભક્તો કેમ અસુરક્ષિત?
 • મા ના ધામમાં માઇભક્તને મારવાની ધમકી કોણ આપે છે?
 • મા ના ધામમાં માઇભક્તોની રક્ષા કોણ કરશે?
 • મા ના ધામમાં માઇભક્તને ક્યારે ન્યાય મળશે?
 • હજુ કેટલા માઇભક્તો આવા લેભાગુ તત્વોનો શિકાર બનશે?
 • માઇભક્તોની અનેકવાર રજૂઆત બાદ પણ મંદિર પ્રશાસન મૌન કેમ?
 • મા ના ધામને લજવતા લેભાગુ તત્વો પર કાર્યવાહી ક્યારે?
 • મા ના ધામમાં આવા લેભાગુ તત્વોને કોણ છાવરી રહ્યું છે?
 • મંદિર પ્રશાસન આવા બેફામ પ્રસાદીયા સામે કેમ કોઇ કાર્યવાહી નથી કરતું?
 • દર્શને આવતા માઇભક્તોના હિતોનું રક્ષણ કરવાની જવાબદારી કોની?
 • ધર્મને ધંધો બનાવનારાઓ આવા લેભાગુ પ્રસાદીયા પર પ્રતિબંધ ક્યારે લાગશે?
 • ક્યાં સુધી ભોળા ભક્તોની લાગણી સાથે લેભાગુ તત્વો રમતા રહેશે?
 • ભોળા ભક્તોની લાગણી સાથે રમનારા લોકો સામે કાર્યવાહી ક્યારે?
 • અનેકવાર રજૂઆત મળવા છતાં મંદિર પ્રશાસન હજુ સુધી મૌન કેમ?
 • મંદિર પ્રશાસન માટે કોનું હિત સર્વોપરી છે? 
 • પ્રસિદ્ધ યાત્રાધામમાં માઇભક્ત સાથે આવો અન્યાય કેવી રીતે સહન કરી શકાય?
 • મંદિર પ્રશાસન માટે કોણ મહત્વનું છે પ્રસાદીયા કે માઇભક્ત?

સંકળાયેલા મુદ્દાઓ

Ambaji Temple ambaji police station loot in the name of prasadi અંબાજી મંદિર ambaji temple gujarati news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ