બ્રેકિંગ ન્યુઝ
Shalin
Last Updated: 07:14 PM, 14 September 2020
એમેઝોને સોમવારે કહ્યું હતું કે તે ઓનલાઇન ઓર્ડરમાં વધારા સાથે 1,00,000 લોકોને નોકરી પર લેવા જઈ રહી છે. એમેઝોને કહ્યું કે નવા હાયરિંગ કર્મચારીઓને પાર્ટ ટાઈમ અને ફૂલ ટાઈમ માટે લેવામાં આવશે. તેઓ ઓર્ડરના પેકિંગ, શિપિંગ અને સૉર્ટ કરવામાં મદદ કરશે.
ADVERTISEMENT
કંપનીએ આજ વર્ષની શરૂઆતમાં 1 લાખ 75 હજાર લોકોને હાયર કરી લીધા છે
એમેઝોને કહ્યું કે આ નોકરીઓ તેમના હોલી ડે હાયરિંગ સાથે સંબંધિત નથી. નોંધનીય છે કે કંપનીએ આજ વર્ષની શરૂઆતમાં 1 લાખ 75 હજાર લોકોને હાયર કરી લીધા છે.
ADVERTISEMENT
કેટલાક શહેરોમાં 1000 ડોલરનું સાઈન ઓન બોનસ
એમેઝોને કહ્યું કે તેમને 100 નવા વેરહાઉસમાં સોર્ટિંગ અને અન્ય સુવિધાઓ માટે લોકોની જરૂરિયાત છે. એમેઝોનના વેરહાઉસની દેખરેખ કરનાર એલિસિયા બોલર ડેવિસે કહ્યું કે કંપની કેટલાક શહેરોમાં 1000 ડોલરનું સાઈન ઓન બોનસ આપી રહી છે. ખાસ કરીને એવા શહેરોમાં જેમ કે ડેટ્રોઇટ, ન્યુયોર્ક, ફિલાડેલ્ફિયા, લુઈસવિલે, કંટકી જેવા શહેરોમાં એમેઝોનનું શરૂઆતનું વેતન 15 ડોલર (1100 રૂપિયાથી વધુ) પ્રતિ કલાક છે.
ર્પોરેટ અને ટેક્નિકલ નોકરીઓ માટે 33,000 લોકોની જરૂર
એમેઝોને ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેમને કોર્પોરેટ અને ટેક્નિકલ નોકરીઓ માટે 33,000 લોકોની જરૂર છે. એમેઝોને એપ્રિલ અને જૂન વચ્ચે રેકોર્ડ નફો અને આવક મેળવી છે કારણ કે મહામારીમાં મોટાભાગના લોકોએ કરિયાણું અને અન્ય સામાન ઓનલાઇન ખરીદ્યું છે.
જાની સીઝનમાં 1,00,000 લોકોને હાયર કરવાની યોજના
અત્યારે એમેઝોનના વેરહાઉસમાં વસ્તુઓ અસ્ત વ્યસ્ત પડી છે. રજાની સીઝનમાં શોપિંગના ધસારોને ધ્યાનમાં રાખીને, એમેઝોન અગાઉથી તૈયાર કરવાની યોજના ધરાવે છે. જુલાઈથી મુલતવી રાખ્યા પછી આ વર્ષે સૌથી વ્યસ્ત શોપિંગ ડે, પ્રાઇમ ડે યોજવામાં હવે એમેઝોન પર યોજવામાં આવશે. ઓર્ડરમાં વધારાને ધ્યાનમાં રાખીને કંપની પહેલેથી જ રજાની સીઝનમાં 1,00,000 લોકોને હાયર કરવાની યોજના બનાવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.