વિશ્વની અગ્રણી ઇ-કૉમર્સ કંપની એમેઝોન દેશની અગ્રણી રિટેલ કંપની બીગ બઝારનો એક હિસ્સો ખરીદવા ઈચ્છે છે. આ હિસ્સો લીધા પછી એમેઝોનને દેશના રિટેલ ક્ષેત્રમાં પ્રવેશ કરવાની તક મળશે.
9 .5% હિસ્સો ખર્ચ કરવા પડશે 2500 કરોડ
કિશોર બિયાનીની માલિકીના ફ્યુચર ગ્રૂપના દેશમાં 1100 સ્ટોર્સ છે. એમેઝોને આ કેપનીનો 9 .5 ટકા હિસ્સો ખરીદવા 2500 રૂપિયા ખર્ચ કરવા પડશે. આ કરારની માહિતી 14 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.
એમેઝોન આ રોકાણ દ્વારા તેમના નફામાં વધારો કરવા માંગે છે. તે જ સમયે તેઓ તેમના કરિયાણાના વ્યવસાયમાં વધારો કરવા માંગે છે જેના માટે વિદેશી કંપનીઓ સીધા ફુડ રિટેલ બિઝનેસમાં રોકાણ કરી શકતી નથી. કંપનીને તેના કરિયાણાના વ્યવસાય વધારવા માટે માત્ર ભારતમાં જ તૈયાર ફૂડ ઉત્પાદનોને વેચવાની મંજૂરી આપવામાં આવશે.
બિયાનીએ કરી જેફ બેઝોસ સાથે મુલાકાત
કિશોર બિયાનીએ આ વર્ષની શરૂઆતમાં એમેઝોનના માલિક જેફ બેઝોસ સાથે મુલાકાત કરી હતી. એમેઝોનને ભારત સરકાર તરફથી કરિયાણાની અને ફૂડ સ્ટોર્સ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ બંને કંપનીઓના માલિકો ભાગીદારી અને સ્ટેક વેચાણના મુદ્દા વિશે વાત કરી હતી.