બ્રેકિંગ ન્યુઝ
Krupa
Last Updated: 12:51 PM, 25 October 2019
ADVERTISEMENT
બિઝનેસ કલાકો દરમિયાન અમેઝોનના શેરોમાં 7 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડાના કારણે હવે એમની સંપત્તિ 103.9 અરબ ડૉલર પર પહોંચી ગઇ છે અને દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં ખસીને બીજા સ્થાને પહોંચી ગયા છે. નંબર એક પર માઇક્રોસૉફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ આવી ગયા છે જેમની સંપત્તિની કિંમત 105.7 અરબ અમેરિકન ડૉલર છે.
જણાવી દઇએ કે 18 જુલાઇ 2018એ દુનિયાના સૌથી અમીર શખ્સનું નામ પ્રાપ્ત કર્યા બાદ જેફ બેજોસ આધુનિક ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા. એ દરમિયાન એમની સંપત્તિ 150 અરબ ડૉલરની પાર પહોંચી ગઇ હતી. એમની કંપની અમેઝોને નેજેફ બેજોસને સફળતા પર પહોંચાડ્યા છે. જેફ બેજોસે 16 જુલાઇ, 1995એ પોતાની કંપનીની શરૂઆત કરી હતી, આજે આ કંપની દુનિયાની સૌથી મોટી ઇ-કોમર્સ કંપનીઓમાંં શુમાર છે.
ADVERTISEMENT
અમેઝોનનો ભારતમાં વેપાર
અમેઝોનનો ભારત સાથે રસપ્રદ સંબંઘ છે, 5 જૂન 2013માં ભારતમાં પગ મૂક્યો હતો અને દુનિયાના ઉચ્ચ કરોડપતિ જેફ બેજોસ અનુસાપ આ પ્લેટફોર્મે દેશમાં લોકોને ખરીદી અને વેચવાની રીતે સમગ્ર રીતે બદલીને મૂકી દીધું. વર્તમાનમાં ભારતના ઇ-કોમર્સના 30 ટકા બજાર અમેઝોનની પાસ છે અને આ દેશમાં શૉપિંગ માટે ઉપયોગમાં લેવામાં આવતી સૌથી મોટી સાઇટ છે.
વર્લ્ડ ડેટા કોર્પોરેશન અુસાર. 2018થી અમેઝોન ઇકો ભારતના સ્માર્ટ સ્પીકર માર્કેટમાં 59 ટકા ભાગીદારીની સાથે ઉચ્ચ પર છે. ગૂગલ હોમ 39 ટકા ભાગીદારીની સાથે બીજા સ્થાન પર છે. ભારતમાં 13 વિભિન્ન ડિવાસેસની સાથે લગભગ આઠ થર્ડ પાર્ટી બ્રાન્ડ છે. જેમને એલેક્સામાં યોગદાન કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.