બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / છેલ્લે બચેલા સાબુના કટકાને ફેંકી ન દેતા, અઢળક જગ્યાએ આવશે કામ, કમાલના નુસખા

ટ્રિક્સ / છેલ્લે બચેલા સાબુના કટકાને ફેંકી ન દેતા, અઢળક જગ્યાએ આવશે કામ, કમાલના નુસખા

Last Updated: 03:11 PM, 20 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્તમાન સમયમાં ભારતમાં ઘણા લોકો નહાતા નહાતા ઘસાઈ ગયેલા સાબુને ફેંકી દેતા હોય છે. પરંતુ તમે આ ટ્રિક્સનો ઉપયોગ કરીને ઘણા કામને સરળ બનાવી શકો છો. જાણો ઘસાઈ ગયેલા સાબુના ફાયદા.

વર્તમાન સમયમાં ગમે તેટલા લીક્વીડ શોપ આવ્યા હોય, છતાં પણ આજે ભારતમાં વધેલા સાબુના કટકા ઉપયોગ કરે છે. નહાતા-નહાતા ઘસાઈ ગયેલા સાબુના કટકાને નવા સાબુ પર લગાવીને પણ ઉપયોગ કરે છે. આજે પણ ભારતમાં જ્યાં સુધી સાબુનો પૂરે-પૂરો ઉપયોગ ન કરે ત્યાં સુધી તેને ફેકતા નથી. પરંતુ નાના નાના ઘસાયેલા કટકાને નવા સાબુ પર લગાવીને ઉપયોગ કરવાને બદલે આ ટ્રિક્સનો ઉપયોગ કરીને ઘણા કામને સરળ બનાવી શકો છો.  

unrecognizable-black-man-washing-hands-holding-ant-2023-11-27-05-01-52-utc

જામી થયેલો ખુલશે દરવાજો

ઘરમાં ઘણી વાર દરવાજા જામ થઇ જતા હોય છે, જેના કારણે તેને ખોલવામાં અને બંધ કરવામાં તકલીફ પડતી હોય છે. આ સમસ્યાને તમે ઘસાઈ ગયેલા સાબુના કટકાનો ઉપયોગ કરીને દૂર કરી શકો છો. આને તમે દરવાજાના જામ થયેલા સ્લાઈડર પર લગાવી શકો છો.

તિજોરીમાં ફ્રેશનર 

સાબુના નાના-નાના કટકાનો ઉપયોગ કરીને તિજોરીના ફ્રેશનર તરીકે પણ ઉપયોગ કરી શકો છો. સાબુના નાના-નાના કટકાને ફેંકી દેવાની જગ્યાએ કપડામાં કે ટીસ્યુ પેપરમાં લપેટીને તિજોરીમાં મૂકી દેવું. જેથી આની ભીની-ભીની સુગંધથી તિજોરી માંથી દુર્ગંધ દુર થાય થશે અને ફ્રેશનેસ આવશે.  

PROMOTIONAL 8

જામ થયેલું લોક થશે સ્મૂથ

ઘણી વાર લોક જુના થાય એટલે તેને ખોલવામાં અને બંધ કરવામાં મુશ્કેલી પડે છે. તેને ખોલવા માટે ખુબ મહેનત કરાવી પડે છે. એવામાં લોકને સ્મૂથ કરવા માટે સબુનોઈ ઉપયોગ કરી શકો છો. તેના માટે પહેલા ચાવી પર થોડો સાબુ ઘસવો અને પછી આ ચાવી લોકમાં લગાવી વારંવાર ખોલવું અને બંધ કરવું. આમ કરવાથી લોક એકદમ સ્મૂથ બને છે.

વધુ વાંચો: એરટેલના લાખો યુઝર્સને જલસા! કંપની લોન્ચ કર્યો 26 રૂપિયાનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન

ચેન થશે ફ્રી

ઘણા સમયે પેન્ટ, જેકેટ કે બેગની ચેન ફેલ થઇ જતી હોય છે. જેના કારણે તેને ખોલવા માટે બળ લગાવવું પડતું હોય છે તેથી કેટલીક વાર તૂટી પણ જાય છે અને નવી લગાવવી પડે છે. ઘસી ગયેલા સાબુનાં કટકાનો ઉપયોગ કરીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. તેના માટે સૌથી પહેલા આ સાબુનાં કટકાને ચેન પર ઘસવો અને પછી ચેનને ઉપર નીચે કરતા ખોલવી અને  બંધ કરવી. આમ કરવાથી ચેન એકદમ ફ્રી થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lifestyle News Home Remedies Soap Benefits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ