Amazing uses and benefits of alum fitkari for many problems
ફાયદા /
દાંતનો દુખાવો કે પેઢાની તકલીફથી લઈ ચહેરાના ડાઘ દૂર કરે છે ફટકડી, એકવાર કરો ટ્રાય
Team VTV05:58 PM, 28 Feb 20
| Updated: 06:04 PM, 28 Feb 20
બધાંના ઘરમાં ફટકડી તો હોય જ છે અને જો ન પણ હોય તો સરળતાથી મળી પણ રહે છે. ફટકડીને એન્ટીબેક્ટેરિયલ કહેવાય છે. આયુર્વેદમાં તેના ઘણા ફાયદા અને ઉપયોગ દર્શાવવામાં આવ્યા છે. ફટકડી પાણીમાં મિક્સ કરવાથી પાણી સાફ થઈ જાય છે. આ સિવાય પણ ફટકડીના કેટલાક જબરદસ્ત ફાયદાઓ છે. જેના વિશે કદાચ તમે નહીં જાણતા હોવ. તો ચાલો આજે જાણી લો.
દરેકે ઘરમાં ફટકડી રાખવી જ જોઈએ
અનેક રીતે લાભકારી છે ફટકડી
ઓરલ સમસ્યાથી લઈ ઘામાં લાભકારી છે ફટકડી
ચહેરાના ડાઘ ધબ્બા
જો તમારા ચહેરા પર હઠીલા ડાઘ-ધબ્બા છે તો ફટકડી તમારા માટે બહુ જ કામની છે. ફટકડીથી ડાઘ પર મસાજ કરવાથી ઘણો ફાયદો થાય છે. આ સિવાય સપ્તાહમાં 3વાર ફેસવોશ કરીને ફટકડી લઈ તેનાતી હળવા હાથે ડાઘ પર મસાજ કરવાથી ચહેરો બેદાગ બને છે.
દાંતમાં દુખાવો
જો તમારા દાંતમાં ભયંકર દુખાવો થતો હોય અને તમારે દવાઓ ન ખાવી હોય તો ફટકડીનો ઉપાય અજમાવો. તેના માટે ફટકડીના નાના ટુકડાને લઈ તેને પીસીને પાઉડર બનાવી લો. હવે આ પાઉડરને દાંત કે પેઢા પર જ્યાં દુખાવો થતો હોય ત્યાં લગાવો. તેનાથી દુખાવો તરત ગાયબ થઈ જશે.
ફટકડીવાળા પાણીથી નહાવો
શરીર પર રહેલી ગંદકી અને બેક્ટેરિયા દૂર કરવા ફટકડી બહુ જ કામની છે. તે શરીરને એકદમ ચોખ્ખું કરી દે છે અને શરીર પર રહેલાં બેક્ટેરિયા અને ગંદકી દૂર કરે છે. તેનાથી છુટકારો મેળવવા માટે આ બેસ્ટ ઉપાય છે. સપ્તાહમાં એકવાર ફટકડીવાળા પાણીથી અવશ્ય નહાવું જોઈએ.
ઉનાળાની સમસ્યા
ઉનાળામાં મોટાભાગના લોકોના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય છે. ગરમીમાં પરસેવો નીકળે એટલે તેની દુર્ગંધથી ઘણાં લોકો પરેશાન રહે છે. જે લોકોને વધુ પ્રમાણમાં પરસેવો થતો હોય તેમના માટે ફટકડી બેસ્ટ ઉપાય છે. તેના માટે તમારે નહાવાના પાણીમાં એક નાનો ફટકડીનો ટુકડો મિક્સ કરી દેવો અને પછી આ પાણીથી નહાવું, તેનાથી તમારા શરીરમાંથી પરસેવાની ગંદી વાસ આવશે નહીં.