બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / મહાકુંભમાં અજબ ગજબ સાધુઓ, પર્યાવરણ અને બવંડર બાબાએ જામો પાડ્યો, 10 તસવીરોમાં જુઓ રંગ

photo-story

10 ફોટો ગેલેરી

ધર્મ / મહાકુંભમાં અજબ ગજબ સાધુઓ, પર્યાવરણ અને બવંડર બાબાએ જામો પાડ્યો, 10 તસવીરોમાં જુઓ રંગ

Last Updated: 10:29 PM, 13 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પ્રયાગરાજમાં શરૂ થયેલ મહાકુંભમાં સાધુ સંતોનો જમાવડો જોવા મળી રહ્યો છે. અહીંયા દેશભરમાંથી અનોખા બાબાઓ પધાર્યા છે. જેઓ તેમની અનોખી શૈલીને કારણે ચર્ચામાં આવ્યા છે.

1/10

photoStories-logo

1. મહાકુંભ

પ્રયાગરાજમાં યોજાઈ રહેલ મહાકુંભમાં એકથી એક અનોખા બાબા પધાર્યા છે. જેમાં કેટલાક પોતાની જટામાં અનાજ ઉગાડ્યું છે તો અમુક 32 વર્ષથી સ્નાન કર્યું નથી. તો કોઈની પોતાનો હાથ ઉપર રાખ્યો છે. એક બાબાએ તો બાઇક પર 25 રાજ્યોની યાત્રા પૂરી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. અનોખા બાબા

પોષ પૂર્ણિમાના દિવસે મહાકુંભ 2025ની શરૂઆત થઈ ગઈ છે. મંગળવારે મકરસંક્રાંતિ સ્નાન થશે, આ દિવસે અખાડાઓનું પહેલું શાહી સ્નાન થશે. એવો અંદાજ છે કે મકરસંક્રાંતિ પર 2.5 કરોડ ભક્તો ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવશે. અહીંયા આવેલા અનોખા બાબા વિશે આપણે જાણીશું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. એમ્બેસેડર બાબા

મધ્યપ્રદેશના ઇન્દોરના વતની એમ્બેસેડર બાબા મહાકુંભમાં પહોંચ્યા છે. તેઓ અત્યાર સુધીમાં ચાર કુંભ મેળામાં હાજરી આપી ચૂક્યા છે. આ બાબા હંમેશા તેમની 1972ની પ્રખ્યાત એમ્બેસેડર કારમાં મુસાફરી કરે છે. આ જૂની કાર છેલ્લા 30 થી 35 વર્ષથી તેમના સાથે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. રુદ્રાક્ષ બાબા

નિરંજની પંચાયતી અખાડાના બાબા દિગંબર અજય ગિરી ઉર્ફે રુદ્રાક્ષ બાબા છે. તે 11 હજાર રુદ્રાક્ષ પહેરે છે. તેમના જણાવ્યા અનુસાર જે વ્યક્તિ 11000 રુદ્રાક્ષ ધારણ કરે છે તેને ભગવાન શિવનો રુદ્ર અવતાર માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. અનાજવાળા બાબા

સોનભદ્રના માર્કુંડીથી આવેલા અમરજીત યોગીએ પોતાના જટાઓમાં જવ ઉગાડ્યા છે. તેના મારફતે તેઓ લોકોને પર્યાવરણ સંરક્ષણ અને ઓર્ગેનિક ખેતીનો સંદેશ આપે છે. અમરજીત યોગીની આ અનોખી શૈલી જોઈને મેળામાં આવેલા ભક્તો તેમને અનજવાલે બાબા કહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. પર્યાવરણ બાબા

મહામંડલેશ્વર અવધૂત બાબાને લોકો પર્યાવરણ બાબા તરીકે ઓળખે છે. તેઓ પણ મહાકુંભ 2025 માટે પ્રયાગરાજમાં પહોંચ્યા છે. તેમના મુજબ સનાતન ધર્મ બે વૃક્ષો વાવવાને પ્રોત્સાહન આપે છે. એક અગ્નિસંસ્કાર માટે અને એક પીપળાનું વૃક્ષ ઓક્સિજન માટે. પર્યાવરણ બાબાએ અત્યાર સુધીમાં 82 ધાર્મિક વિધિઓ કરી છે. તેમને 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે. વર્ષ 2016માં વૈષ્ણોદેવીથી કન્યાકુમારી સુધીની પદયાત્રા દરમિયાન, બાબાએ 27 રાજ્યોમાં વૃક્ષો વાવ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. બવંડર બાબા

મધ્યપ્રદેશના રહેવાસી બવંડર બાબા પણ મહાકુંભ મેળામાં પહોંચ્યા છે. તેઓએ 14 વર્ષની ઉંમરે સંન્યાસ લીધો હતો. બવંડર બાબાએ કહ્યું કે જ્યારે તેમને દેવી-દેવતાઓના ચિત્રોવાળા કેલેન્ડરો ફેંકેલા જોયા ત્યારે તેમને દુઃખ થયું હતું. જેથી લોકોને આ વિશે જાગૃત કરવા માટે તે પોતાની બાઇક પર નીકળી પડ્યા હતા. અત્યાર સુધીમાં તે પોતાના બાઇક પર 25 રાજ્યોની મુસાફરી કરી ચૂક્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. મહાકાલ ગિરિ બાબા

રાજસ્થાનના જોધપુરના રહેવાસી મહાકાલ ગિરિ બાબા પણ મહાકુંભમાં સામેલ થવા આવ્યા છે. આ બાબા છેલ્લા 9 વર્ષથી એક હાથ ઊંચો રાખે છે. જેના કારણે તેમના એક હાથની આંગળીઓના નખ લાંબા થઈ ગયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. ચાવાળા બાબા

પ્રતાપગઢના ચા વેચતા દિનેશ સ્વરૂપ બ્રહ્મચારી હવે સાધુ બની ગયા છે. છેલ્લા 40 વર્ષથી તેઓ સિવિલ સર્વિસના ઉમેદવારોને કંઈ ખાધા-પીધા વગર અને બોલ્યા વગર મફત કોચિંગ આપી રહ્યા છે. તે દરરોજ ફક્ત દસ કપ ચા પીને જીવે છે. કોચિંગ સેન્ટરમાં તે વિદ્યાર્થીઓને વોટ્સએપ દ્વારા માર્ગદર્શન આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. છોટુ બાબા

મહાકુંભમાં 3 ફૂટ 8 ઇંચની લંબાઈ ધરાવતા ગંગાપુરી મહારાજ મહાકુંભમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. લોકો તેમને છોટુ બાબાના કહીને બોલાવે છે. 57 વર્ષીય આ મહારાજે છેલ્લા 32 વર્ષથી સ્નાન નથી કર્યું. આ બાબાના મતે તેમની એક ઇચ્છા છે જે છેલ્લા 32 વર્ષોમાં પૂર્ણ થઈ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rudraksh Baba Chhotu Baba Mahakumbh

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ