બ્રેકિંગ ન્યુઝ
VTV / Amazing Health Benefits of Ashwagandha
Noor
Last Updated: 03:44 PM, 22 May 2020
ઉપયોગ રીત
ADVERTISEMENT
અશ્વગંધાના ચૂર્ણનું 1થી 3 ગ્રામ સુધી સેવન કરવું. તેનાથી વધારે તેનું સેવન કરવું નહીં. તમે અશ્વગંધાની ગ્રીન ટી પણ પી શકો છો. તેનો ઉકાળો બનાવીને પણ પી શકો છો. અશ્વગંધાનું ચૂર્ણનું સેવન કરતાં પહેલાં જે-તે રોગ, રોગીની અવસ્થા, પ્રકૃતિ, ઋતુકાળ અનુસાર કેવી રીતે તેનું સેવન કરવું એ નિશ્ચિત થાય છે. જેથી તમે કોઈ નિષ્ણાંતને પૂછીને તેનું સેવન કરી શકો છો.
વધુ પ્રમાણમાં અશ્વગંધાનું સેવન કરવાથી ઉંઘ વધુ આવે છે, કફ કે વજન વધવાની પ્રોબ્લેમ થઈ શકે છે.
થાઈરોઈડ
ADVERTISEMENT
ચામાં થોડું અશ્વગંધા પાઉડર અને તુલસી મિક્સ કરી પીવો. થાઈરોઈડ કંટ્રોલ કરવામાં મદદ મળશે અને તેનો ખતરો ટળશે.
વજન વધશે
એક ગ્લાસ દૂધમાં 1-3 ગ્રામ અશ્વગંધા પાઉડર નાખીને પીવો. એનર્જી મળશે અને નેચરલી વજન વધશે.
ફર્ટીલિટી
રેગ્યુલર અશ્વગંધા લેવાથી બોડીમાં ફર્ટીલિટી અને સ્પર્મ કાઉન્ટ વધે છે.
નબળાઈ
અશ્વગંધા ખાવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. થાક અને આળસથી છૂટકારો મળે છે.
બ્લડપ્રેશર
અશ્વગંધા લેવાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. જેનાથી બીપીની પ્રોબ્લેમમાં રાહત મળે છે.
સાંધાનો દુખાવો
અશ્વગંધા ખાવાથી આર્થ્રાઈટિસ અને સાંધાના દર્દમાં રાહત મળે છે.
ડાઈજેશન
અશ્વગંધામાં પેટ સાફ કરવાના ગુણ હોય છે. જેથી તેને ખાવાથી ડાઈજેશન સારું રહે છે અને કબજિયાત, ગેસ અને એસિડિટીની પ્રોબ્લેમ થતી નથી.
ઉંઘની પ્રોબ્લેમ
અનિદ્રાની સમસ્યા રહેતી હોય તો નિયમિત અશ્વગંધાનું સેવન કરો.
સોજાની સમસ્યા
ઈજા થવા પર કે કોઈ અન્ય કારણથી સોજા આવ્યા હોય તો અશ્વગંધાના પાનને સરસિયાના તેલની સાથે ગરમ કરી સોજાવાળા ભાગે લગાવો. જલ્દી રાહત મળશે.
કાળા વાળ
રોજ સવારે અશ્વગંધાનું થોડું પાઉડર ફાંકી ઉપરથી એક ગ્લાસ પાણી પીવો. ન્યૂટ્રીશનની કમીને કારણે સફેદ થતાં વાળ નેચરલી કાળા થવા લાગશે.
હાર્ટ ડિસીઝ
અશ્વગંધા ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. જેનાથી હાર્ટ ડિસીઝનો ખતરો ટળે છે.
એનિમિયા
અશ્વગંધા હીમોગ્લોબિનનું લેવલ વધારે છે અને એનિમિયાની પ્રોબ્લેમને દૂર કરે છે.
ડાયાબિટીસ
રેગ્યુલર અશ્વગંધા ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. જેનાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
સ્ટ્રેસ
અશ્વગંધા ખાવાથી બ્રેન એક્ટિવ રહે છે અને સ્ટ્રેસ દૂર કરવામાં મદદ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.