બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શ્રેયા ઘોષાલનું આ અદ્ભુત ગુજરાતી ગીત સાંભળ્યું? વિરહ ગીત સ્વર્ગની અનુભુતી કરાવશે
Last Updated: 08:22 PM, 18 April 2025
ગુજરાતી સંગીત અને ખાસ કરીને લોકગીતો હવે નવી જ ઉંચાઇઓને સ્પર્શી રહ્યા છે. હવે હિન્દી ગાયકો પણ ગુજરાતી લોકગીતો તરફ આકર્ષાઇ રહ્યા છે. શ્રેયા ઘોષાલે હાલમાં જ એક ખુબ જ અદ્ભુત અને આત્માને તૃપ્ત કરી દે તેવું સુંદર ગુજરાતી ગીત ગાયું છે. પ્રિયા સારૈયાની યુટ્યુબ ચેનલ પર આ ગીત અપલોડ કરવામાં આવ્યું છે. આ લખાઇ રહ્યું છે ત્યાં સુધીમાં 26 હજાર કરતા વધારે વ્યુઝ આ ગીતને મળી ચુક્યા છે.
ADVERTISEMENT
મીરાબાઇના ભજનો પૈકીનું એક
મીરાબાઇના વિરહના ગીતો પૈકીનું એક લોકગીત મારા હરીને ગીત મુળ મીરાબાઇ દ્વારા ગાવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. શ્રીકૃષ્ણના વિરહમાં મીરાબાઇએ અનેક ભજનો ગાયા હતા. તે પૈકીનું એક માસ્ટરપીસ છે. "મારા હરિ ને" એક આત્માને વલોવી નાખતું મીરાબાઈનું ભજન જે ભગવાન કૃષ્ણ પ્રત્યેની ઊંડી ભક્તિ અને પ્રેમ વ્યક્ત કરે છે. આ ભક્તિ ગીત મીરાબાઈની તેમના પ્રિય કૃષ્ણ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને સમર્પણના સારને વ્યક્ત કરે છે. તેના હૃદયસ્પર્શી શબ્દો અને દૈવી સૂર સાથે, મારા હરિ ને એક સંગીતમય પ્રસ્તુતિ શુદ્ધ ભક્તિ અને આધ્યાત્મિક આનંદની ભાવના જગાડે છે.
ADVERTISEMENT
શ્રેયા ઘોષાલ-ભાવનાબેન લાબડીયાએ આપ્યો છે સ્વર
શ્રેયા ઘોષાલ કોઇ પરિચયના મોહતાજ નથી પરંતુ તેમણે ખુબ જ ઓછા ગુજરાતી ગીતો ગાયા છે. જે પૈકીનું આ સૌથી સુંદર ગીત છે. મીરાબાઇનું આ ભજન તેમના કંઠે સાંભળીને જાણે સાક્ષાત મીરાબાઇ જ ગાઇ રહ્યા હોય તેવી અનુભુતી થાય છે. તેમની સાથે લોકડાયરાના ખુબ જ વરિષ્ઠ કલાકાર ભાવનાબેન લાબડિયાએ ગીત ગાયું છે. આ બંન્નેએ ગીતમાં જીવ પુરૂ દીધો છે. ગીતમાં અદ્ભુત મ્યુઝીક અને બંન્ને ગાયકોના અવાજથી શબ્દો સજીવન થયા હોય તેવો અનુભવ થાય છે.
પ્રિયા સારૈયા કોણ છે?
અત્રે ઉલ્લેખનીય છે કે, "મારા હરીને" નામથી અપલોડ થયેલું આ ગીત ધીરે ધીરે આગની જેમ ફેલાઇ રહ્યું છે. પ્રિયા પંચાલ સારૈયા પોતે પણ એક ગાયીકા છે. તેઓએ 6 વર્ષની ઉંમરે જ ગાવાનું શરૂ કરી દીધું હતું. મુંબઇની ગંધર્વ મહાવિદ્યાલયમાંથી હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયનનો અભ્યાસ કર્યો. ટ્રિનિટી કોલેજ ઓફ મ્યુઝીકમાંથી પશ્ચિમી સંગીતનો અભ્યાસ કર્યો છે. બાળ કલાકાર તરીકે કલ્યાણજી-આનંદજી સાથે લિટલ વન્ડર્સ, લિટલ સ્ટાર્ટ સાથે અનેક કાર્યક્રમો અને લાઇવ સ્ટેજ શો કર્યા. પ્રિયા પંચાલે જિગર સારૈયા સાથે લગ્ન કર્યા છે. સચિન-જિગરની જોડી હાલ બોલિવુડમાં પણ ધુમ મચાવી રહી છે. પ્રિયા હાલ યુટ્યુબ પર વારસો નામની એક સીરીઝ ચલાવી રહ્યા છે. જેમાં ગુજરાતના તમામ નામી અને અનામી કલાકારો ગીત ગાઇ ચુક્યા છે. ગુજરાતી લોકસાહિત્યના અનેક ગીતો તેમણે આ સીરિઝમાં કવર કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.