બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 11:25 AM, 19 September 2022
ADVERTISEMENT
જ્યોતિષમાં દરેક ગ્રહનું રાશી પરિવર્તન, ચાલમાં ફેરફાર અને સ્થિતિમાં ફેરફારના આધારે ઘણી ગણતરી કરવામાં આવે છે. ગ્રહોનું કોઈ રાશિમાં ગોચર અને ગ્રહોની સ્થિતિઓમાં થતો ફેરફાર તમામ લોકોના જીવન પર અસર કરે છે. જણાવી દઈએ કે આ વર્ષે 24 સપ્ટેમ્બરના દિવસએ ગ્રહોની સ્થિતિ અદ્દભુત રહેવાની છે અને એ દિવસના રોજ એક સાથે 5 શક્તિશાળી રાજયોગ બની રહ્યા છે.
જણાવી દઈએ કે 5 શક્તિશાળી રાજયોગ બનવાનો આ અદ્ભુત સંયોગ 59 વર્ષ પછી બની રહ્યો છે. 24 સપ્ટેમ્બરના દિવસે શનિ, બુધ અને ગુરુની વક્રી થશે. આ સિવાય સૂર્ય અને બુધ એકસાથે મળીને બુધાદિત્ય યોગ અને શુક્ર ગોચર કરીને નિચભંગ રાજયોગ બનાવશે. આ રીતે 24 સપ્ટેમ્બર ના રોજ બે પ્રકારના નિચભંગ રાજયોગ, બુધાદિત્ય રાજયોગ, ભદ્ર રાજયોગ અને હંસ રાજયોગ બની રહ્યા છે. આ 5 રાજયોગનો ખૂબ સારો અસર 5 રાશિઓ પર પડશે. ચાલો જાણીએ કઈ છે એ રાશિઓ..
ADVERTISEMENT
વૃષભ રાશી -
24 સપ્ટેમ્બરના રચાતો આ રાજયોગો વૃષભ રાશિના લોકોને ઘણો લાભ કરાવશે. આ રાશિના જાતકોને વેપારમાં ઘણો ફાયદો થશે. વેપારીઓ માટે આ સમય વરદાન સમાન છે શેર, સટ્ટા, લોટરીમાં રોકાણ ઘણો નફો આપી શકે છે.
મિથુન રાશી -
24 સપ્ટેમ્બરના રચાતો આ રાજયોગોથી મિથુન રાશિના લોકોને કરિયર, બિઝનેસમાં સફળતા મળશે. આ સાથે જ રાજનેતાઓને મોટા પદો મળી શકે છે. નોકરિયાત લોકોને ઇચ્છિત જગ્યાએ ટ્રાન્સફર મળી શકે છે. આ રાજયોગોમાં દરેક કામમાં ભાગ્યનો સાથ મળવાથી સફળતા મળશે.
કન્યા રાશી -
24 સપ્ટેમ્બરના રચાતો આ રાજયોગોથી કન્યા રાશીના લોકોને વેપારમાં મોટી સફળતા મળી શકે છે. અચાનક નાણાકીય લાભ થઈ શકે છે અને નવી નોકરીની ઓફર પણ આવી શકે છે. આ ઉપરાંત મીડિયા, ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા લોકોને ઘણો મોટો ફાયદો મળી શકે છે.
ધનુ રાશી -
24 સપ્ટેમ્બરના રચાતો આ રાજયોગો ધનુ રાશીના લોકો માટે ઉત્તમ સમય રહેશે. વેપાર માટે નવો સોદો મળી શકે છે. કામને કારણે મોટી યાત્રા થઈ શકે છે. આ સતહે અચાનક ધનલાભ થવાની શક્યતા છે.
મીન રાશી
24 સપ્ટેમ્બરના રચાતો આ રાજયોગો દરેક બાબતમાં ઘણો સારો રહેશે. મીન રાશીના લોકોને નવી નોકરીની ઓફર મળી શકે છે આ સાથે પ્રમોશન-ઇન્ક્રીમેન્ટ મળવાની પ્રબળ શક્યતાઓ છે. વેપારમાં વધારા સાથે નફામાં પણ વધારો થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.