Amazing Benefits Of Red Onions For Your Thyroid Glands
ઈલાજ /
થાઈરોઈડથી કાયમી છુટકારો જોઈએ તો, રોજ રાતે સૂતા પહેલાં કરી લો આ 1 અક્સિર ઉપાય
Team VTV05:54 PM, 07 Feb 20
| Updated: 05:57 PM, 07 Feb 20
લાંબા સમયથી થાઈરોઈડથી પરેશાન છો અને દવાઓ પણ અસર નથી કરી રહી તો તમે એક રામબાણ ઉપાય અજમાવી શકો છો. થાઈરોઈડથી પીડિત વ્યક્તિનો વજન ઝડપથી વધવા અને ઘટવાની સાથે તેના વાળ પણ ખરવા લાગે છે. જો સમય રહેતાં તેને કંટ્રોલ ન કરવામાં આવે તો તેના કારણે શુગરની બીમારી પણ થઈ શકે છે. જેથી આજે અમે તમને થાઈરોઈડ માટે લાલ ડુંગળીનો એક બેસ્ટ ઉપાય જણાવીશું.
આ એક ઉપાય મટાડી દેશે થાઈરોઈડ
નાના-મોટા બધાં માટે બેસ્ટ છે આ ઉપાય
રોજ કરશો તો જલ્દી દેખાશે અસર
શું છે થાઈરોઈડ
થાઈરોઈડ બટરફ્લાયના આકારનું ગળામાં રહેલું શરીરનું મેન એન્ડોક્રાઈન ગ્લેન્ડ છે. તેમાં થાઈરોઈડ હોર્મોન રીલીઝ થાય છે. જે આપણા મેટાબોલિઝ્મ રેટને કંટ્રોલ કરે છે. આ હોર્મોન મેટાબોલિઝ્મને જાળવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે.
આ રીતે ડુંગળીનો ઉપયોગ કરો
થાઈરોઈડને કંટ્રોલ કરવા માટે સૌથી પહેલાં એક લાલ ડુંગળી લઈ લો. ત્યારબાદ ડુંગળીને વચ્ચેથી બે ભાગમાં કાપી લો. ત્યારબાદ ડુંગળીને થાઈરોઈડ ગ્લેન્ડની આસપાસ ક્લોક વાઈસ મસાજ કરો. મસાજ કર્યા બાદ ગરદન ધોવી નહીં. આખી રાત ડુંગળીનો રસ આ રીતે ગરદનમાં લાગેલો રહેવા દો.
કરો આ ઉપાય
આ રીત થોડાં દિવસ નિયમિત કરશો તો તમને ફરક દેખાવાનું શરૂ થઈ જશે. આની સાથે જ થાઈરોઈડમાં હેલ્ધી લાઈફસ્ટાઈલ અને ખાનપાનમાં થોડું ધ્યાન રાખવાથી તેને દૂર કરવામાં મદદ મળે છે.
ડુંગળીના ફાયદા
ડુંગળીમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીઈન્ફ્લામેટરી અને કેસરથી લડવાવાળા ગુણ હોય છે. આ સિવાય તેમાંથી વિટામિન અને મિનરલ પણ ભરપૂર માત્રામાં મળી રહે છે. જે આપણાં શરીરને પોષણ આપે છે અને બીમારીઓથી પણ બચાવે છે. આ સિવાય ડુંગળીમાં સલ્ફર હોય છે. જે સોજાની સમસ્યાને દૂર કરે છે અને શરીરને ડિટોક્સ કરે છે. ડુંગળીને ગરદનની થાઈરોઈડ ગ્લેન્ડની આસપાસ હળવા હાથે ઘસવાથી થાઈરોઈડ કંટ્રોલમાં આવી જાય છે.