બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 29 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા, જવાના હોય તો જાણો કેવી છે આ વખતે વ્યવસ્થા

નેશનલ / 29 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા, જવાના હોય તો જાણો કેવી છે આ વખતે વ્યવસ્થા

Last Updated: 10:26 PM, 25 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરનાથ યાત્રા શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. યાત્રા શરૂ થતા પહેલા અમરનાથ શ્રાઈન બોર્ડ અને રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.

અમરનાથ યાત્રા શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. યાત્રા શરૂ થતા પહેલા અમરનાથ શ્રાઈન બોર્ડ અને રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. આવો તમને જણાવીએ આ વખતે યાત્રા માટે શું તૈયારીઓ કરવામાં આવી છે.

આ વર્ષે 29 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. યાત્રાને ધ્યાનમાં રાખીને મહાદેવના દરબારને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવી રહ્યો છે. મુસાફરોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મુસાફરો માટે ખાણી-પીણીથી લઈને અન્ય તમામ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. બેઝ કેમ્પમાં યાત્રીઓ માટે બેડથી લઈને તેમની સુરક્ષા સુધીની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. અમરનાથ શ્રાઈન બોર્ડ અને ત્યાની રાજ્ય સરકાર બંને તડામાર તૈયારી કરી રહ્યા છે. આવો અમે તમને પ્રવાસ શરૂ કરતા પહેલા સંબંધિત તમામ જરૂરી માહિતી આપીએ.

amarnath-yatra-shivling.jpg

પ્રથમ બેચ 28 જૂને રવાના થશે

આ વર્ષે અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થઈ રહી છે. પરંતુ મુસાફરોની પ્રથમ બેચ 28 જૂને રવાના થશે. તમને એ પણ જણાવી દઈએ કે તીર્થયાત્રીઓ માટે બે બેઝકેમ્પ હશે, પહેલગામ અને બાલટાલ અને અહીંથી દરરોજ 15 હજાર તીર્થયાત્રીઓને ગુફા પર જવાની મંજૂરી આપવામાં આવશે.

Website Ad 1200_1200 2

ટ્રાંજિટ કેમ્પમાં કેવી તૈયારીઓ?

ટ્રાંજિટ કેમ્પમાં દરરોજ 9 હજારથી વધુ મુસાફરો માટે રહેવા અને ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં 260 થી વધુ શૌચાલય, 120 થી વધુ વોશરૂમ તેમજ મોબાઈલ યુરીન પોઈન્ટ છે. આ ઉપરાંત રસ્તાઓનું સમારકામ અને સફાઈનું કામ પણ ખૂબ જ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. ત્યાં લંગરની પણ વ્યવસ્થા છે.

વધુ વાંચોઃ હવે ફાસ્ટેગથી સીધું જ કપાશે ચલણ, 1 જુલાઈથી અહીં સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ કરાશે શરૂ

કેમ્પમાં કોને રહેવા દેવામાં આવશે?

રજિસ્ટર્ડ શ્રદ્ધાળુઓ બાલતાલ થઈને બાબા બર્ફાનીના દર્શન કરવા જશે અને દર્શન કરીને પરત ફરશે તેમને આ યાત્રા કેમ્પમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત પહેલગામના નિર્માણ બેઝ કેમ્પ અને બાલતાલના બેઝ કેમ્પ સુધી મુસાફરોના રહેવા, ભોજન અને સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

baba barfani AMARNATH YATRA SECURITY AMARNATH YARTA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ