બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / ભૂલવાની આદતને નજરઅંદાજ ન કરો, આ ખતરનાક બીમારીથી જીવનું જોખમ

હેલ્થ / ભૂલવાની આદતને નજરઅંદાજ ન કરો, આ ખતરનાક બીમારીથી જીવનું જોખમ

Last Updated: 10:26 AM, 20 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલ્ઝાઇમર્સ એક ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર છે જેમાં મગજના કોષો મરતા જાય છે અને તેનાથી વ્યક્તિની યાદશક્તિ ધીમે-ધીમે ઘટતી જાય છે અને અન્ય ઘણી માનસિક તકલીફો પણ થવા લાગે છે.

અલ્ઝાઈમર એટલી ખતરનાક બીમારી છે કે જેમાં મગજના કોષો મૃત થવા લાગે છે અને બ્રેનનો આકાર ઘટવા લાગે છે. સમગ્ર દુનિયામાં આ બીમારી ઝડપથી વધી રહી છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે તેની કોઈ સારવાર નથી. ઉંમર વઘવાની સાથે આ બીમારીનું જોખમ પણ વધી જાય છે.

વૃદ્ધાવસ્થામાં સૌથી વધારે મુશ્કેલી થાય છે. અલ્ઝાઈમર થવાથી નાની નાની બાબતો યાદ નથી રહેતી. ચશ્મા, ચાવી જેવી વસ્તુઓ યાદ નથી રહેતી. ઘણી વખત તો દરરોજનું કામ, એટલે સુધી ન્હવાનું પણ ભૂલાય જાય છે. આવું થાય ત્યારે તરત ડૉક્ટરને મળવું જોઈએ.

રાત્રે બ્રશ નહીં કરો તો દાંત તો ખરાબ થશે જ સાથે હ્રદય રોગનું જોખમ પણ વધશે! | Fit N Fine

અલ્ઝાઈમર કેટલી ખતરનાક બીમારી છે

  • અલ્ઝાઈમર ડિમેન્શિયાનો એક પ્રકાર છે જેમાં સમજવા વિચારવાની ક્ષમતાને અસર થાય છે. યાદશક્તિ નબળી પડવા લાગે છે અને વ્યવહાર બદલાય જાય છે.
  • ડિમેન્શિયાના 60-70 ટકા કિસ્સામાં અલ્ઝાઈમર જ હોય છે.
  • 65ની ઉંમર પછી 5 વર્ષમાં અલ્ઝાઈમરનું જોખમ પાંચ ગણુ થઈ જાય છે.
  • જો પરિવારમાં કોઈને અલ્ઝાઈમર છે તો આવનારી પેઢીમાં તેનું જોખમ વધી શકે છે.

અલ્ઝાઈમરના 7 સ્ટેજ છે

  • પહેલા સ્ટેજમાં લક્ષણ જોવા નથી મળતા.
  • નાની મોટી વસ્તુઓ ભૂલી જવી.
  • એકાગ્રતા અને યાદશક્તિ કમજોર પડવી, ફિઝિકલ મેન્ટલ હેલ્થ પર અસર.
  • રોજિંદા કામમાં મુશ્કેલી.
  • બીમારીના લક્ષણો વધવા અને બીજા પર નિર્ભર રહેવું.
  • ખાવામાં, કપડા પહેરવામાં પણ બીજા લોકોની મદદની જરૂર.
  • બોલવામાં સમસ્યા, હાવ ભાવ વ્યક્ત ન કરી શકવા.

અલ્ઝાઈમરના લક્ષણ

  • યાદશક્તિ કમજોર અને કઈ યાદ રાખવામાં મુશ્કેલી થવી. વસ્તુની યોગ્ય રીતે ઓળખ ન કરવી શકી.
  • લખવામાં, બોલવામાં મુશ્કેલી આવવી.
  • વિચારવામાં કે નિર્ણય લેવામાં મુશ્કેલી
  • ખાવાનું, કપડાં પહેરવાનું, ટોયલેટ જવાનું પણ ભૂલી જવાય.
  • રોજિંદા કાર્યોમાં મુશ્કેલી, પોતાની જાતને સ્વચ્છ રાખવામાં મુશ્કેલી પડવી.
  • પર્સનાલિટી અને બિહેવિયરમાં ફેરફાર.
  • પરિવાર, મિત્ર અને સમાજથી અલગ રહેવું.

અલ્ઝાઈમરથી બચવા માટે શું કરવું

  • વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર લીલી શાકભાજી ખાવી.
  • વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર તાજા મોસમી ફળ ખાવા.
  • ડાયટમાં એન્ટિઓક્સિડન્ટ સામેલ કરો.
  • દારૂ-સિગારેટથી દૂર રહેવું.
  • મેડિટેશન કરવું, પઝલ્સ સોલ્વ કરવી, મગજને એક્ટિવ રાખવું.
  • એકલા ન રહેવું, લોકોની સાથે મળીને રહેવું.
  • મોર્નિંગ વોક પર જવું, એક્સર્સાઈઝ કરવી, યોગ-મેડિટેશન કરવા.

સંકળાયેલા મુદ્દાઓ

Healthtips Alzheimer Dementia
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ