બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / always had to submit caste certificates says indian army

સ્પષ્ટીકરણ / જાતિ પ્રમાણપત્ર પહેલા પણ માગવામાં આવતું: અગ્નિપથ યોજના પર વિપક્ષે સવાલો કર્યા તો સેનાએ આપી સ્પષ્ટતા

Pravin

Last Updated: 01:05 PM, 19 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિપક્ષ તરફથી મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિપથ સ્કીમ વિરુદ્ધ જાતિ પ્રમાણપત્ર માગવાને લઈને સવાલો ઊભા કર્યા હતા, જો કે હવે સેના તરફથી તેને લઈને સ્પષ્ટીકરણ આપવામા આવ્યું છે.

  • અગ્નિવીર યોજના પર વિપક્ષે જાતિ પ્રમાણપત્રને લઈને સવાલો ઊભા કર્યા હતા
  • ભારતીય સેના તરફથી સ્પષ્ટીકરણ આપવામા આવ્યું છે
  • સુપ્રીમ કોર્ટમાં આ યોજના વિરુદ્ધમાં આજે સુનાવણી થઈ હતી, તમામ કેસ દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાંસફર થશે

અગ્નિવીર યોજના અંતર્ગત થનારી તમામ ભરતીમાં જાતિ પ્રમાણપત્ર અને ધર્મ પ્રમાણ પત્ર માગવાને લઈને રાજકીય ડખો શરૂ થયો છે. વિવાદ વકરતા સેનાએ વિપક્ષના નેતઓના આરોપનું ખંડન કરીને સામૂહિક નિવેદન આપ્યું છે. સેનાના અધિકારીઓએ કહ્યું કે, સેનાની કોઈ પણ ભરતીમાં પહેલા પણ ઉમેદવાર પાસેથી જાતિ પ્રમાણપત્ર અને ધર્મ પ્રમાણ પત્ર માગવામાં આવતું હતું. તેને લઈને અગ્નિપથ યોજનામાં કોઈ ફેરફાર કરવામા આવ્યો નથી. આ ઉપરાંત ભારતીય સેનાના અધિકારીઓએ કહ્યું કે, ટ્રેનિંગ દરમિયાન સેવામાં શહીદ શશનારા સૈનિકો માટે ધાર્મિક અનુષ્ઠાનો અંતર્ગત અંતિમ સંસ્કાર કરવા માટે પણ ધર્મની જાણકારી હોવી જરૂરી છે. 

આપને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ સહિત તમામ વિપક્ષી સાંસદોએ અગ્નિપથ યોજના પર સવાલો ઉઠાવતા મોદી સરકારને ઘેરવાની કોશિશ કરી હતી. આપ નેતા સંજય સિંહે ભરતી પ્રક્રિયા સાથે જોડાયેલા આદેશને શેર કરતા લખ્યું હતું કે, મોદી સરકારનો અસલી ચહેરો દેશની સામે આવી ચુક્યો છે. શું નરેન્દ્ર મોદી પછાત, દલિત અને આદિવાીઓને સેનામાં ભરતી થવા માટે યોગ્ય સમજતી નથી. ભારતના ઈતિહાસમાં પહેલીવાર સેના ભરતીમાં જાતિ પૂછવામા આવી રહી છે. મોદી આપને અગ્નિવીર બનાવવા માગે છે કે જાતિવીર. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જદયુ નેતા તથા સંસદીય બોર્ડના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ પણ જાતિ પ્રમાણપત્ર માગવા પર સવાલો ઉભા કર્યા હતા. તથા રક્ષામંત્રી પાસે તેને લઈને સ્પષ્ટીકરણ પણ માગ્યુ હતું.

સુપ્રીમ કોર્ટે તમામ કેસ દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાંસફર કરવા જણાવ્યું

સુપ્રીમ કોર્ટમાં મંગળવારે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા અગ્નિપથ યોજના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજી પર સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટની પીઠે કહ્યું કે, જે લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, અમે તેમને સાંભળીને જ કેસોને ટ્રાંસફર કરીશું. હવે સુપ્રીમ કોર્ટ દિલ્હી હાઈકોર્ટમાં અગ્નિપથ યોજના સંબંધિત દેશભરમાં નોંધાયેલ કેસોને એકસાથે ટ્રાંસફર કરશે. આપને જણાવી દઈએ કે, દિલ્હી, કેરલ, પટના, પંજાબ-હરિયાણા, ઉત્તરાખંડ, કોચ્ચિના ટ્રાઈબ્યૂનલમાં અગ્નિપથ યોજના વિરુદ્ધમાં કેસ નોંધાયેલા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Agnipath scheme news army recruitment caste certificates indian army Agnipath Scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ