બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Also know for which zodiac signs the day will be troublesome and for whom today will be auspicious

ભવિષ્ય દર્શન / આ રાશિવાળાની ગ્રહ દશા, કોર્ટ કેસ કે મગજમારીથી દૂર રહેજો નહીંતર વરવા પરિણામ ભોગવવા પડશે, જુઓ આજનું રાશિ

Dinesh

Last Updated: 07:15 AM, 23 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
23 03 2023 ગુરુવાર
માસ ચૈત્ર
પક્ષ શુક્લ
તિથિ બીજ (સાંજે 6.20 પછી ત્રીજ)
નક્ષત્ર રેવતી (બપોરે 2.07 પછી અશ્વિની)
યોગ ઈન્દ્ર
કરણ કૌલવ
રાશિ મીન (દ.ચ.ઝ.થ.) (બપોરે 2.07 પછી મેશ (અ.લ.ઈ.))


મેષ (અ.લ.ઈ.) 
નોકરી-ધંધામાં સારી પ્રગતિ જણાય તેમજ કુટુંબ પરિવારમાં સુમેળ જણાય અને જમીન-મકાનના પ્રશ્નોમાં ગૂંચવણ ઊભી થાય, લાભ-હાનિને ધ્યાનમાં રાખી કામ કરવું 

વૃષભ (બ.વ.ઉ.) 
સાથી કર્મચારીથી સાધારણ પરેશાની રહેશે અને સંપત્તિને લગતા પ્રશ્નોનો સારો ઉકેલ આવશે તેમજ સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી હિતાવહ છે. કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે

મિથુન (ક.છ.ઘ.) 
ઈમાનદારીની કસોટી થાય વિજય આપનો થાય અને મિત્રોની મદદથી કાર્ય સરળ બનાવી શકશો તેમજ જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે.મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે. 

કર્ક (ડ.હ.) 
કામકાજમાં સાથી મિત્રોનો સહયોગ મળશે અને નોકરી-ધંધા માટે નવી તકો મળશે તેમજ કરેલા કાર્યોમાં યશ અને સફળતા મળશે, સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે 

સિંહ (મ.ટ.) 
માન-સન્માન અને આબરૂમાં વધારો થાય અને કોર્ટ કેસ કે મગજમારીથી દૂર રહેવું તેમજ નોકરી-ધંધામાં પ્રગતિના યોગો જણાય છે. કોઈપણ નિર્ણય સમજી-વિચારીને કરવો.

કન્યા (પ.ઠ.ણ.) 
નાના-મોટા રોકાણ માટે સમય ઉત્તમ નથી. મિત્રોના સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે તેમજ નોકરીમાં મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે અને ગુસ્સા ઉપર કાબૂ રાખશો તો જ કામ સુધરશે.

તુલા (ર.ત.) 
નોકરી-ધંધામાં ઉજ્જવળ તકો મળશે અને કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું તેમજ લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું અને કરેલી મહેનત સારું ફળ આપશે. 

વૃશ્ચિક (ન.ય.) 
ઘરમાં નવી વસ્તુઓ માટે ખર્ચ કરવો પડે અને નોકરીમાં બઢતી અને મનપસંદ સ્થાન પ્રાપ્તિ મળે તેમજ કાયદાકીય રીતે સાવચેતી રાખવી અને પરિવાર સાથેના સંબંધોમાં સુધારો જણાય

ધન (ભ.ધ.ફ.ઢ.) 
વ્યવસાયમાં આવકના નવા રસ્તાઓ મળે અને અંગત સમસ્યાઓમાં તકલીફો જણાય તેમજ સંપત્તિને લગતા પ્રશ્નોમાં સારું સમાધાન મળે તેમજ નોકરીયાતને કામનો બોજો વધે.

મકર (ખ.જ.) 
ભાગીદારીમાં વૈચારિક મતભેદો સર્જાય તેમજ પ્રેમ પ્રસંગોમાં નિષ્ફળતાના પ્રસંગો ઉભા થાય અને અભ્યાસ કે નોકરી અર્થે વિદેશ પ્રવાસનું આયોજન થાય સાથો સાથ લોન કે કરજ લેવું પડે તો સાવધાની રાખવી. 

કુંભ (ગ.શ.સ.ષ.) 
પિતા-પિતરાઈ સાથેના સંબંધોમાં સુધારો જોવા મળે તેમજ આરોગ્ય બાબતે સાવચેતી રાખવી અને નવા કામકાજમાં ભાગીદારીથી લાભ થાય તેમજ સંતાન બાબતની ચિંતામાં વધારો થાય.

મીન (દ.ચ.ઝ.થ.) 
આર્થિક સ્થિતિમાં સુધારો અને રાહત અનુભવાય તેમજ વારસાઈ મિલકતોનો ઉકેલ આવે અને નાના-મોટા પ્રવાસના આયોજનો થાય અને સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય અને કામ સુધરે. 

શુભાંક - આજનો શુભ અંક છે 5
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.01 થી 2.12 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 1.30 થી 3.00 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)

શું કરવું? : દેવીકવચના એકાદશ પાઠ કરો
શું ના કરવું? : ત્યાગી-તપસ્વીનું અપમાન ના કરોો
આજનો મંત્ર : હ્રીં બ્રહ્મચારિણ્યૈ નમઃ
આજનું દાન : દૂધ-પંચામૃતનો પ્રસાદ ધરાવી વહેંચવો
 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology dainik rashifal zodiac signs દૈનિક રાશિફળ રાશિફળ Dainik Rashifal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ