બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / ત્રીજા દિવસે ગણેશ વિસર્જન માટે આ 4 શુભ મુહૂર્ત, વિધિ-વિધાન પર પણ કરો નજર
Last Updated: 05:32 PM, 8 September 2024
ગણેશ ચતુર્થીના દિવસે દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને હવે ગણપતિ વિસર્જનની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ઘણા લોકો પોતાના ઘરમાં દોઢ દિવસ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ ગણપતિ બિરાજમાન રાખે છે. ભક્તો દ્વારા ગણેશ વિસર્જન ગણેશ સ્થાપનાના બીજા દિવસે, ત્રીજા દિવસે, પાંચમા દિવસે, સાતમા દિવસે અને 10મા દિવસે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જે લોકોએ 3 દિવસ સુધી પોતાના ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી છે તેઓ 9 સપ્ટેમ્બરે ભગવાન ગણેશનું વિસર્જન કરશે. જે લોકો ગણેશ ઉત્સવના ત્રીજા દિવસે 9 સપ્ટેમ્બર 2024 ના રોજ ગણેશ વિસર્જન કરી રહ્યા છે, તેઓએ વિસર્જનનો શુભ સમય અને પદ્ધતિ જાણવી જોઈએ.
ADVERTISEMENT
ગણપતિ વિસર્જન મુહૂર્ત 2024
ADVERTISEMENT
ગણેશ ચતુર્થી પર જે રીતે ગણપતિ બાપ્પાનું આગમન ખૂબ જ ધામધૂમથી થાય છે. તેવી જ રીતે ગણેશ વિસર્જન પણ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવે છે. ભગવાન ગણેશના ભક્તો 'ગણપતિ બાપ્પા મોર્યા, અગલે બરસ તૂ જલ્દી આ...' ના જયકાર સાથે ગણપતિ દાદાને વિદાય આપે છે. ત્રીજા દિવસે ગણપતિ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત છે.
ત્રીજા દિવસે ગણેશ વિસર્જનનો શુભ સમય
9 સપ્ટેમ્બર 2024 ના ત્રીજા દિવસે ગણેશ વિસર્જન માટેનું પહેલું શુભ મુહૂર્ત સવારે 06:03 થી 07:37 સુધીનું છે, બીજો શુભ સમય સવારે 09:11 થી સવારે 10:44 સુધીનો છે, ત્રીજો શુભ સમય 01: 52 વાગ્યાથી સાંજે 07:59 સુધીનો છે. જ્યારે ચોથું શુભ મુહૂર્ત રાત્રે 10:52 થી 12:18 સુધીનું છે.
આ પણ વાંચોઃ જીમ અને ડાયટ કરવા છતા પણ નથી ઘટતું વજન, તો તમે કરી રહ્યા છો આવી ભૂલો
ગણેશ વિસર્જન વિધિ
ગણેશ સ્થાપનાની જેમ ગણેશ મૂર્તિઓનું વિસર્જન પણ પૂર્ણ વિધિ વિધાન સાથે જરૂરી છે. ત્યારે જ વ્યક્તિને ભગવાન ગણેશના સંપૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ગણેશજીને પૂર્ણ સન્માન અને વિધિ વિધાન સાથે વિદાય આપવી જોઈએ. આ માટે વિસર્જન માટે જતા પહેલા ગણપતિ બાપ્પાની પૂજા કરો અને તેમને મનપસંદ મોદક ચઢાવો. ત્યારપછી મૂર્તિને વિસર્જન સ્થળ પર એક ચોકી પર મૂકો. તેમને ત્યાં હળદર, કુમકુમ, અક્ષત વગેરે અર્પણ કરો. દીવો પ્રગટાવો. માળા પહેરાવો. ભોગ ચઢાવો, આરતી કરો. પૂજા દરમિયાન થયેલી ભૂલો માટે ભગવાન ગણેશ પાસે ક્ષમા માગો. ત્યારબાદ પુરા આદર સાથે ગણપતિ બાપ્પા મોર્યાના જય જય કાર કરો અને પ્રતિમાને વિસર્જન કરો. વિસર્જનના દિવસે ન તો કાળા કપડા પહેરો, કોઇને અપશબ્દો ના બોલો તેમજ કોઈની સાથે દુર્વ્યવહાર ન કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.