બેદરકારી / કોંગ્રેસની વેબસાઈટમાં હજુ પણ અલ્પેશ ઠાકોર છે ધારાસભ્ય

ગુજરાત કોંગ્રેસની વધુ એક બેદરકારી સામે આવી છે. ગુજરાત કોંગ્રેસના I.T સેલની બેદરકારી સાથે હજુ પણ કોંગ્રેસની વેબસાઇટ પર હજૂ પણ અલ્પેશ ઠાકોર ધારાસભ્ય છે. કોંગ્રેસની વેબસાઇટ પરની ધારાસભ્યની યાદીમાં અલ્પેશનું નામ હજુ છે. આમ એકતરફ અલ્પેશ ભાજપની સીટ પર ચૂંટણી લડી રહ્યાં છે. રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર ભાજપના ઉમેદવાર છે. કોંગ્રેસ દ્વારા હજૂ સુધી અલ્પેશ ઠાકોરનું નામ હટાવવામાં આવ્યુ નથી. જયારે ધવલસિંહ ઝાલાનું નામ વેબસાઇટ પરથી દૂર કરવામાં આવ્યું છે. ધવલસિંહ-અલ્પેશે એકસાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ હતું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ