નિવેદન / ''લગ્ન પ્રસંગ કે બર્થ ડે પાર્ટીમાં દારૂ ફેશન બની ગયો છે'': અલ્પેશ ઠાકોર

ખુલ્લેઆમ વેચાતા દારૂ પર અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે લગ્ન પ્રસંગ કે બર્થ ડે પાર્ટીમાં દારૂ ફેશન બની ગયો છે. કાયદો તો છે પરંતુ તેનું કડક રીત અમલ નથી થતું. અમે ઇચ્છીએ છીએ આ દૂષણ દૂર થવું જોઇએ. અને જો ધારાસભ્ય અને સાંસદ આ મુદ્દે આગળ આવે તો આ દૂષણ હટી શકે છે. ભ્રષ્ટ નેતાઓના કારણે આ દૂષણ ચાલી રહ્યું છે. ત્યારે નેતાઓએ બુટલેગરોની ભલામણથી દૂર રહેવું જોઇએ. અને ઇમાનદાર નેતાઓએ આવા સમયમાં આગળ આવવું જોઇએ. અલ્પેશ ઠાકોરે કહ્યું કે નેતાઓએ બુટલેગરોની ભલામણથી દૂર રહેવું જોઇએ. અલ્પેશ ઠાકોરે કહ્યું કે અમે 84 તાલુકામાં અવેરનેશ કાર્યક્રમ શરૂ કરીશું. કોલેજ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને જાગૃત કરીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ