ગાંધીનગર / LRD ભરતી મુદ્દે હવે અલ્પેશ ઠાકોર આખરે મેદાને આવ્યા, તારીખ 1-8-2018નો ઠરાવ રદ કરવાની કરી માગ

LRD ભરતી મુદ્દે હવે અલ્પેશ ઠાકોર આખરે મેદાને આવ્યા છે. અલ્પેશ ઠાકોરે તારીખ 1-8-2018નો ઠરાવ રદ કરવાની માગ કરી છે. મહિલા ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો હોવાની વાત અલ્પેશે કરી છે. મહિલા ઉમેદવારો 57 દિવસથી આંદોલન કરી રહી હોવા છતા આ દીકરીઓને ન્યાય મળતો નથી. જો આ ગરીબ દીકરીઓની જગ્યાએ કોઈ શ્રીમંત ઘરની દીકરીઓ હોત તો 48 કલાકમાં નિરાકરણ આવી જાત. અલ્પેશ ઠાકોર સરકારમાં ગયા બાદ મોડા મોડા જાગ્યા છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ