Saturday, April 20, 2019

ચૂંટણી / અલ્પેશ ઠાકોરનાં કોંગ્રેસ છોડવા પાછળ હાર્દિક પટેલે જણાવ્યું આ મોટું કારણ

અલ્પેશ ઠાકોરનાં કોંગ્રેસ છોડવા પાછળ હાર્દિક પટેલે જણાવ્યું આ મોટું કારણ

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પાર્ટીમાંથી રાજીનામું આપી ચૂકેલ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પર આકરા પ્રહાર કર્યા છે. હાર્દિક પટેલે શનિવારનાં રોજ જણાવ્યું કે ઠાકોરને કોંગ્રેસે ખૂબ ઇજ્જત અને તાકાત આપી, પરંતુ તેઓ તેને હેન્ડલ ના કરી શક્યાં. તમને જણાવી દઇએ કે અલ્પેશ ઠાકોર 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમ્યાન કોંગ્રેસમાં શામેલ થયાં હતાં. પાર્ટીમાં અંદાજે 18 મહીના ગુજાર્યા બાદ તેઓએ ગયા બુધવારનાં રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું.

 સમાચાર એજન્સી એએનઆઇને હાર્દિકે જણાવ્યું કે, "કોંગ્રેસે આટલું સમ્માન અને શક્તિ પણ આપી હતી પરંતુ તેઓ તેને સંભાળી ના શક્યાં. તેઓએ આરોપ-પ્રત્યારોપ શરૂ કરી દીધો." આ સાથે સાથે તેઓએ એવો આરોપ પણ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી લડવાંથી તેને રોકવા માટે ખૂબ પ્રયાસ પણ કર્યા. તેઓએ જણાવ્યું કે, હું હાઇકોર્ટનાં નિર્ણયનો સ્વીકાર કરું છું. બીજેપીનાં વકીલોએ મને સંપૂર્ણ રીતે રોકવાની કોશિશ કરી, જે કારણોસર હું આ વખતે લોકસભા ચૂંટણી ન લડી શક્યો. કોંગ્રેસ મને સંસદમાં મોકલવા ઇચ્છતી હતી. હું 25 વર્ષનો યુવા છું અને હજી પણ અનેક ચૂંટણી આવશે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલની જલ્દી સુનાવણીવાળી અરજીને નકારી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે ત્યારે એવો સવાલ પણ કર્યો હતો કે આ અરજી પણ તત્કાલિક સુનાવણીની શી જરૂર છે. પોતાની અરજીમાં હાર્દિક પટેલે ગુજરાત હાઇકોર્ટનાં નિર્ણય પર પ્રતિબંધ લગાવવો અને સજાને સસ્પેન્ડેડ કરવાની માંગ કરી છે. હાર્દિક પટેલને હાલમાં લોકસભા ચૂંટણી નહીં લડવા માટે અયોગ્ય કરાર કરી દીધેલ છે.
 


તમને જણાવી દઇએ કે અલ્પેશ ઠાકોરે બુધવારનાં રોજ કોંગ્રેસનાં તમામ પદોં પરથી રાજીનામું આપી દીધું હતું. અલ્પેશનું કહેવું એમ છે કે તેઓ અપમાન અને છેતરપિંડીને કારણે તેઓ પાર્ટી છોડી રહ્યાં છે. એટલે સુધી કે તેઓએ કોંગ્રેસ પર ટિકિટ વેચવી, ઠાકોર સમાજનું અપમાન, ઉપેક્ષા અને વિશ્વાસઘાત કરવાનો આરોપ પણ લગાવ્યો. આ સાથે જ એમ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કોઇ પણ પાર્ટીમાં શામેલ નહીં થાય.

 
Alpesh Thakor hardik patel congress Elections jignesh mewani

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ