બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Alpesh Thakor Banaskantha 5 thousand workers can resign

બનાસકાંઠા / અલ્પેશ ઠાકોરના વિરોધની ચીમકી..! 5 હજાર કાર્યકર્તાઓ આપી શકે છે રાજીનામાં

vtvAdmin

Last Updated: 10:13 AM, 17 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠામાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના વિરોધની ચીમકી ઠાકોર સેનાના કાર્યકર્તાઓએ આપી છે. ઉલ્લેખનીય છે કે આજે લાખણી શહેર પ્રમુખ ધુખાજી ઠાકોરની દીકરીના લગ્ન છે. અલ્પેશ ઠાકોરને આ લગ્ન પ્રસંગમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે જો ધારાસભ્ય અલ્પેશ ઠાકોર લગ્ન પ્રસંગમાં હાજરી નહીં આપે તો કાર્યકરો રાજીનામાં આપશે.

આજરોજના લગ્ન પ્રસંગમાં અલ્પેશ ઠાકોર જો હાજરી નહીં આપે તો આવતીકાલે અલ્પેશ ઠાકોરના વિરોધમાં 5 હજાર કાર્યકર્તાઓ રાજીનામાં આપશે. આ અંગેની લાખણી શહેર ઠાકોર સેનાના પ્રમુખે સોશિયલ મીડિયામાં ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ ઠાકોર સેનામાં જ વિરોધનો વંટોળ હોય તેવી અટકળો લગાવામાં આવી રહી છે.
 


ત્યારે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને લાખાણી શહેર પ્રમુખ ધુખાજી ઠાકોરની દિકરીના લગ્ન પ્રંસગે આમંત્રણ આપવામાં આવ્યું છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ અલ્પેશ ઠાકોર આ લગ્નમાં હાજર રહેશે કે નહીં તે અંગે હજી સુધી કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી. પરંતુ લાખાણી સીટી અને તાલુકા ટીમના કાર્યકર્તાઓએ અલ્પેશ ઠાકોરને લઇને વિરોધની ચીમકી ઉચ્ચારી છે.
 


સોશિયલ મિડીયાના માધ્યમથી ચીમકી આપતાં જણાવાયું છે કે જો અલ્પેશ ઠાકોર લાખાણી શહેર પ્રમુખની દીકરીના લગ્નમાં હાજર રહેશે નહીં તો આવતી કાલે તેના વિરોધમાં લાખાણી સીટી અને તાલુકા ટીમના 5 હજાર કાર્યકર્તાઓ ઠાકોર સેનામાંથી રાજીનામું આપશે. જો કે લાખાણી શહેર પ્રમુખની દીકરીના લગ્નમાં ઉપસ્થિત રહેશે કે નહીં તેને લઇને હજી સુધી અલ્પેશ ઠાકોરની કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Alpesh Thakor Banaskantha Gujarat News Resign workers banaskantha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ