Alpesh Kathiria's statement against Dilip Sanghani's statement was his own reaction.
પ્રતિક્રિયા /
દિલીપભાઈનું કોઈ લેવલ જ નથી, પોતે ચૂંટણી હારી રહ્યા છે એના પર ધ્યાન આપે, જાણો દિગ્ગજ નેતા કહ્યું આવું
Team VTV04:17 PM, 17 Mar 22
| Updated: 08:44 PM, 17 Mar 22
નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશવા મામલે વાતાવરણ ગરમાયું છે. ત્યારે દિલીપ સંઘાણીના નિવેદન સામે અલ્પેશ કથીરીયાનું નિવેદન પોતાની પ્રતિક્રિયા આપી હતી.
દિલીપ સંઘાણીના નિવેદન સામે અલ્પેશ કથીરીયાનું નિવેદન
દિલીપભાઈએ હાઈલાઈટમાં આવવા નિવેદન આપ્યું-કથીરીયા
દિલીપ સંઘાણી પોતે ચૂંટણી હારી રહ્યા છે એના પર ધ્યાન આપે-કથીરીયા
ખોડલધામ ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તેવા સમાચારો વહેતા થયા છે. રોજબરોજ એવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જે સંકેત આપે છે કે નરેશ પટેલ રાજકારણમાં જોડાઇ શકે છે. જો કે આ બાબતે નરેશ પટેલે સ્પષ્ટતા આપી દીધી હતી કે ખોડલધામ ક્યારેય રાજકીય પ્લેટફોર્મ નહી બને, રાજકારણમાં જોડાવુ કે નહી તે મારો નિર્ણય રહેશે. જેની વચ્ચે ભાજપના નેતા દિલીપ સંઘાણીએ નરેશ પટેલ અંગે મોટુ નિવેદન આપતા રાજનીતી તેજ બની છે. જેના જવાબમાં પાસના અગ્રણી નેતા અલ્પેશ કથીરીયાએ પણ દિલીપ સંઘાણીના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી.
દિલીપ સંઘાણી પોતે ચૂંટણી હારી રહ્યા છે એના પર ધ્યાન આપે-કથીરીયા
અલ્પેશ કથીરીયાએ જણાવ્યું હતું કે, દિલીપભાઈનું કોઈ લેવલ જ નથી કે નરેશભાઈને પોતાની સલાહ આપી શકે' તેમણે જણાવ્યું હતું કે, દિલીપભાઈએ હાઈલાઈટમાં આવવા માટે આવા પ્રકારનું નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લી ત્રણ ટર્મથી દિલીપભાઈ પોતે ચૂંટણી હારી રહ્યાં છે. તેના પર ધ્યાન આપે. હાલ સમગ્ર દેશમાં રંગોનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. ત્યારે કાદવ અને કિચ્ચડ ઉછાળવાના પ્રતિક નિવેદનોથી તેમને બચવું જોઈએ.
નરેશ પટેલ પર દિલીપ સંઘાણીએ આપેલા નિવેદન પર ભાજપ અને કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા
ભાજપના નેતા હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દિલીપ સંઘાણી ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા છે.તેઓ માત્ર પાટીદાર સમાજના નહી સમગ્ર સમુદાયના નેતા છે. રાજનીતિમાં કોને આવવું કોને ન આવવું કઈ પાર્ટીમાં જવુ કે કઈ પાર્ટીમાં ન જવું તેઓનો વ્યક્તિગત નિર્ણય છે. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા જણાવ્યું હતું કે, દિલીપભાઈ સાંઘણી જે નિવેદન આપ્યું છે તે ક્યાંક ને ક્યાંક સમાજને દ્રોહ કરતું નિવેદન છે. નરેશભાઈને કઈ પાર્ટીમાં જોડાવવું તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે. તેમણે દિલીપ સંઘાણી જણાવ્યું હતું કે, સમાજના નામે રાજકારણ બંધ કરવું જોઈએ
દિલીપ સંઘાણીએ નરેશ પટેલના રાજકારણમાં જોડાવા મુદ્દે આકરાં પ્રહાર કર્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, આજે રાજકોટ ખાતે નરેશ પટેલના રાજકારણમાં જોડાવા મુદ્દે ભાજપના નેતા દિલીપ સંઘાણીએ નરેશ પટેલ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે સમાજના નામે રાજકારણ બંધ કરો. નરેશ પટેલ સમાજને પૂછીને રાજકારણમાં આવવાની વાત કરે છે તો નરેશ પટેલ સ્પષ્ટ કરે, સમાજ એટલે કોણ ? સાથે જ વધુમાં એમ પણ જણાવ્યું કે જો નરેશ પટેલ રાજકારણમાં આવશે તો હાર્દિક પટેલ જેવી સ્થિતિ થશે.