બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / રિયલ 'બાઈકો'ને ભેટીને અલ્લૂ અર્જુન પોલીસ વાનમાં બેઠો, 'પુષ્પા'ની ધરપકડ વખતનો વીડિયો વાયરલ
Last Updated: 01:50 PM, 13 December 2024
સુપરસ્ટાર અલ્લુ અર્જુન સામે ગુનો નોધી પોલીસે ધરપકડ કરી છે. પોલીસે થિયેટરમાં નાસભાગ દરમિાયન એક મહિલાના મોત કેસમાં ગુનો નોધી અલ્લુ અર્જુનને ધરપકડ પહેલા પોલીસ મથકે બોલાવ્યો હતો. હૈદરાબાદના ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે લઈ જવાયો હતો તેનો વીડિયો પણ સામે આવ્યો છે.
ADVERTISEMENT
Big Breaking:-
— ℝℂ𝔹𝟙𝟠_🚩👑 (@Abhayti05059972) December 13, 2024
Hero #AlluArjun Arrested Video visuals #Pushpa2TheRule #AlluArjunArrest pic.twitter.com/BWYHg3KpTy
પોલીસ દ્વારા સુપરસ્ટારને પોલીસ મથકમાં સવાલો પુછવામાં આવ્યા હતા. અને ગાડીમાં બેસાડીને લઇ જવાયો હતો. રિયલ 'બાઈકો'ને ભેટીને અલ્લૂ અર્જુન પોલીસ વાનમાં બેઠો હતો, 'પુષ્પા'ના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ધરપકડ વખતનો વીડિયો વાયરલ થયો છે.
ADVERTISEMENT
તેલંગાણા: સંધ્યા થિયેટર કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ, હૈદરાબાદના ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે લઈ જવાતો વીડિયો#alluarjunarrest #alluarjunarrested #AlluArjun #Tamilnews #Pushpa2TheRule #rashmikamandanna #gujaratinews #vtvgujarati pic.twitter.com/f1Qbd4FQ82
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 13, 2024
ફિલ્મ 'પુષ્પા 2' દુનિયાભરના સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ દરમિયાન સુપરસ્ટાર અલ્લુ અર્જુન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં પોલીસે અભિનેતાની ધરપકડ કરી છે. 4 ડિસેમ્બરે ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષની મહિલાનું મોત થયું હતું. પોલીસે આ ઘટના માટે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો. હવે આ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે.
વધુ વાંચોઃ અલ્લૂ અર્જુનની નેટવર્થ પણ વાઈલ્ડ 'ફાયર', કરોડોની સંપત્તિનો માલિક, શોખ એકદમ નવાબી
શું છે આ 'પુષ્પા 2' હૈદરાબાદ નાસભાગનો મામલો?
આ સમગ્ર મામલો 4 ડિસેમ્બરનો છે. એટલે કે ફિલ્મ 'પુષ્પા 2' રિલીઝ થવાના એક દિવસ પહેલા. આ ફિલ્મનું પ્રી-પ્રીમિયર પેઇડ સ્ક્રીનિંગ સંધ્યા થિયેટરમાં યોજાયું હતું. જ્યાં અભિનેતા તેના ચાહકોને સરપ્રાઈઝ આપવા પહોંચ્યો હતો. અભિનેતાને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. નાસભાગ મચી ગઈ. લાઠીચાર્જના અહેવાલો પણ આવ્યા હતા. આ નાસભાગમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે 9 વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'પુષ્પા 2'ને લઈને ઘણી ચર્ચા થઈ હતી. ફિલ્મમાં અલ્લુ સાથે રશ્મિકા મંદન્ના લીડ રોલમાં છે. તેનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.