બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'આનાથી સાબિત થાય છે કે...', અલ્લુ અર્જુનની ધરપકડને લઇ રાજકારણમાં ગરમાવો, કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસને લીધી આડેહાથ
Last Updated: 10:44 AM, 14 December 2024
Allu Arjun Arrest News: સંધ્યા થિયેટર કેસમાં શુક્રવારે ધરપકડ બાદ ફેમસ એક્ટર અલ્લુ અર્જુનને જામીન મળી ગયા છે. આજે સવારે તેઓ જેલમાંથી બહાર પણ આવી ગયા છે. પરંતુ હવે આ મામલે રાજનીતિ તેજ થઈ ગઈ છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) કોંગ્રેસ (Congress) પાર્ટી પર ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીનું સન્માન ન કરવાનો આરોપ લગાવ્યો છે. રેલ્વે મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની પોસ્ટમાં લખ્યું, 'કોંગ્રેસને ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી માટે કોઈ સન્માન નથી અને અલ્લુ અર્જુનની ધરપકડથી તે ફરી સાબિત થઈ ગયું છે.'
ADVERTISEMENT
Congress has no respect for the creative industry and the arrest of Allu Arjun proves it yet again.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 13, 2024
The mishap at Sandhya Theatre was a clear case of poor arrangements by the state and local administration. Now, to deflect that blame, they are indulging in such publicity…
તેમણે આગળ લખ્યું કે, 'સંધ્યા થિયેટરમાં થયેલી દુર્ઘટના રાજ્ય અને સ્થાનિક પ્રશાસનના નબળા મેનેજમેન્ટનો સ્પષ્ટ કિસ્સો હતો. હવે એ દોષ દૂર કરવા તેઓ આવા પબ્લિસિટી સ્ટંટમાં વ્યસ્ત છે. તેલંગાણા સરકારે સતત ફિલ્મી હસ્તીઓ પર હુમલા કરવાને બદલે અસરગ્રસ્ત લોકોની મદદ કરવી જોઈએ અને એ દિવસે વ્યવસ્થા કરનારાઓને સજા કરવી જોઈએ. એ જોવું પણ દુઃખદ છે કે કોંગ્રેસ સત્તામાં આવ્યાના એક વર્ષમાં જ આ એક સામાન્ય બાબત બની ગઈ છે.'
ADVERTISEMENT
તેલંગાણા હાઈકોર્ટે શુક્રવારે હૈદરાબાદ સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં 'પુષ્પા' સ્ટાર અલ્લુ અર્જુનને જામીન આપી દીધા હતા. એ પહેલા શુક્રવારે વહેલી સવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને એક સ્થાનિક કોર્ટે અભિનેતાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં 'પુષ્પા-2'ના સ્ક્રિનિંગ દરમિયાન થયેલી નાસભાગમાં 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું. આ કેસમાં, પોલીસે શુક્રવારે સવારે અભિનેતાની ધરપકડ કરીને તેમને સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. તેમને ચંચલગુડા જેલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ થોડા સમય બાદ તેલંગાણા હાઈકોર્ટે તેમને જામીન આપી દીધા હતા. અલ્લુ અર્જુનના ચાહકોએ આ સમાચારથી રાહતનો શ્વાસ લીધો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી.
નાસભાગમાં થયું હતું મહિલાનું મોત
'પુષ્પા 2' 5 ડિસેમ્બરે થિયેટરોમાં રીલીઝ થઈ હતી. આના એક દિવસ પહેલા એટલે કે 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મનું સ્ક્રિનિંગ યોજાયું હતું. સ્ક્રિનિંગ દરમિયાન અભિનેતા ત્યાં પહોંચ્યા હતા, તો તેમને જોવા માટે મોટી ભીડ ઉમટી પડી હતી. મોટી સંખ્યામાં ઉમટી પડેલી ભીડ કાબૂ બહાર જતી રહી અને નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું. સાથે જ મહિલાનો પુત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ મામલે અભિનેતા પર કોઈપણ માહિતી આપ્યા વિના થિયેટર સુધી પહોંચવાનો આરોપ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
એક વાત કઉં / બહુ ગરમ ચા પીવાની આદત છે? આ રોગ થઇ શકે છે
ADVERTISEMENT