બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / નાકમાં એલર્જીને કારણે છીંક આવે છે? તો અપનાવો આ ઘરેલુ ઉપાય, મળશે રાહત

તમારા કામનું / નાકમાં એલર્જીને કારણે છીંક આવે છે? તો અપનાવો આ ઘરેલુ ઉપાય, મળશે રાહત

Last Updated: 03:23 PM, 17 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ લેખમાં સીઝનમાં છીંક અને નાકની એલર્જીથી રાહત મેળવવા માટે એક સહેલું અને કુદરતી ઉપાય બદામના તેલના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી છે. બદામના તેલમાં રહેલા બળતરા વિરોધી અને મોઇશ્ચરાઇઝિંગ ગુણો નાકના સોજાને ઘટાડવામાં અને નાકની શૂષ્કતા દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપાયથી નાકની એલર્જી અને છીંકની સમસ્યાઓમાં સુધારો લાવવામાં સહાય મળશે.

ઠંડી હોય કે ગરમી કોઇ પણ સિઝિનમાં સર્દી થઇ શકે છે, તેની સાથે સૌથી મોટી સમસ્યા છે છીંક. જ્યારે તે આવવા લાગે તો તે તમારી ઊંઘ છીનવી લે છે. છીંક આવવાથી તમારા સ્વાસ્થ્ય પર પણ ઘણી અસર થાય છે. કેટલાક લોકો એવા હોય છે જેમને કાયમી નાકની એલર્જી હોય છે જેથી વારંવાર છીંક આવે અને નાક વહેતું થઇ જતું હોય છે. આ દર્દીથી તો માથાનો દુખાવો પણ થતો રહે છે. ઘણી વખત સવારે ઉઠતાની સાથે જ છીંક આવવા લાગે છે. તો અમે તમને અમુક એવા સરળ ઉપાય જણાવીશું જેનાથી તમે છીંકથી છુટકારો મેળવી શકો છો.

nose-sinus

બદામના તેલના ટીપા નાકમાં નાખવાથી તમને ઘણી રાહત મળે છે. રાત્રે સૂતા પહેલા ડ્રોપર વડે બદામના તેલના ટીપા નાકમાં નાખો. તેને નાકમાં નાખ્યા પછી, તમે સૂઈ જાઓ. જો તમે આ એક મહિના સુધી નિયમિત કરો છો તો તેનાથી તમને ઘણી રાહત મળશે. બદામના ટીપાં તમારા નાકને નરમ રાખે છે અને તમારી નાકની એલર્જીથી રાહત આપે છે.

woman-with-runny-nose-flu-health-problems-2023-12-05-17-01-56-utc

બદામના તેલમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે નાકના સોજાને ઘટાડવામાં મદદ કરે છે. જ્યારે તમે નાકમાં બદામના તેલના ટીપાં નાખો છો, તો તે તમારા નાકમાં સોજો પણ ઓછો કરે છે. તેનાથી તમારી એલર્જી ધીમે-ધીમે દૂર થાય છે. નાકનો સોજો ઓછો કરવા માટે તમે બદામના તેલનો ઉપયોગ કરી શકો છો. બદામનું તેલ તમારા અવરોધિત નાકને સાફ કરવામાં પણ મદદ કરે છે.

girl-health-2

જ્યારે નાકમાં એલર્જી હોય છે, ત્યારે તે તમારા માટે વધુ મુશ્કેલ બની જાય છે. કારણ કે આ એલર્જીના કારણે જ તમારું નાક વહેવા લાગે છે અને તમને છીંક આવે છે. આવી સ્થિતિમાં, નાકની એલર્જીને દૂર કરવા માટે બદામનું તેલ એક ઉત્તમ ઉપચાર છે. દરરોજ રાત્રે, તમારા નાકમાં બદામના તેલના ટીપાં નાખો અને સૂઈ જાઓ.

આ પણ વાંચો : હવે ફેક કોલ અને મેસેજને રિપોર્ટ કરી શકશો, ભારત સરકારે ખાસ એપ લોન્ચ કરી

નાકની શુષ્કતા દૂર કરવામાં મદદ કરે છે

બદામના તેલમાં મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે, જે નાકની શુષ્કતા દૂર કરવામાં મદદ કરે છે. આની સાથે બદામના તેલમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે સાઇનસની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે. ઘણી વખત નાકમાં સૂકાઈ જવાને કારણે નાકમાં એલર્જી થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Season health nose
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ