બ્રેકિંગ ન્યુઝ
ParthB
Last Updated: 01:48 PM, 9 December 2021
ADVERTISEMENT
મ્યાનમારની સેનાની સરમુખત્યારશાહી વધી રહી છે
લોકતંત્રમાં સમર્થકોને બંદૂકના જોરે કચડી રહેલી મ્યાનમારની સેનાની સરમુખત્યારશાહી વધી રહી છે. રિપોર્ટ અનુસાર આ વખતે મ્યાનમારની સેનાએ ગ્રામીણો પર તબાહી મચાવી છે. કહેવામાં આવી રહ્યું છે. કે, મ્યાનમારની સેનાએ પાંચ બાળકો સહિત 11 ગ્રામવાસીઓને જીવતા સળગાવી દીધા છે. મંગળવારે સોશિયલ મીડિયા પર મ્યાનમારના ઉત્તર-પશ્ચિમ સાગાઈંગ પ્રદેશના ડોન તવ ગામમાં સળગેલી લાશોની તસવીરો અને વિડીયો વાયરલ થયા બાદ આ ઘટના સામે આવી છે
ADVERTISEMENT
આ ઘટનાનો એક વીડિયો ફૂટેજ પણ સામે આવ્યો
આ ઘટનો એક વીડિયો સામે આવ્યો છે. જે વીડિયો માણસોને ગોળી મારીને સળગાવવામાં આવ્યાના થોડા સમય બાદ લેવામાં આવ્યો હતો, જ્યારે વીડિયો બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે કેટલાક પીડિતો જીવિત હોવાનું કહેવાય છે. 1 ફેબ્રુઆરીના બળવાથી, આ પ્રદેશમાં લશ્કરી શાસનના વિરોધીઓ દ્વારા સ્થાપિત જન્ટા દળો અને લશ્કરો વચ્ચે ભીષણ લડાઈ જોવા મળી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સેનાએ પહેલા કેટલાક ગામલોકોને એકઠા કર્યા, પછી તેમના હાથ બાંધ્યા અને પછી આગ લગાવી.
આ મામલે સંયુક્ત રાષ્ટ્રે ગંભીર ચિંતા વ્યક્ત કરી
યુએનના પ્રવક્તા સ્ટેફન ડુજારિકે 11 લોકોની હત્યાના અહેવાલો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને આવી હિંસાની સખત નિંદા કરતા કહ્યું હતું કે "વિશ્વસનીય અહેવાલો દર્શાવે છે કે માર્યા ગયેલાઓમાં પાંચ બાળકોનો સમાવેશ થાય છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.