Allegations of soil scam in Panchmahal, theft of soil worth Rs 4 crore from Mirapuri lake in Khadiya village of the city
કોણ રોકશે? /
પંચમહાલમાં ફરી કરોડોના માટી કૌભાંડના આરોપથી ખળભળાટ, રોયલ્ટી વિના જ બેરોકટોક ખનન, CM સુધી ગઈ ફરિયાદ
Team VTV11:27 PM, 27 Jun 22
| Updated: 11:37 PM, 27 Jun 22
મીરાપુરી તળાવમાંથી ખનનના આરોપમાં કલેક્ટર અને DDOની પણ કૌભાંડમાં સંડોવણીનો આક્ષેપ, સ્થાનિકો દ્વારા ભાજપ નેતા જેઠા ભરવાડને કરાઇ રજૂઆત
પંચમહાલમાં ફરી એક વખત કરોડોનું માટી કૌભાંડ
મંજૂરી કરતા વધુ માટી તળાવમાંથી ઉઠાવ્યાના આક્ષેપ
શહેરાના ખાંડીયા ગામમાં રૂ.4 કરોડની માટી ચોરીના આક્ષેપ
પંચમહાલમાં ભારત માલા પ્રોજેકટ અંતર્ગત ચાલી રહેલ નેશનલ કોરિડોર માં ફરી એક વખત કરોડોનું કથિત માટી કૌભાંડ સામે આવ્યું છે.શહેરાના ખાંડીયા ગામના તળાવમાંથી અંદાજીત 4 કરોડ રૂપિયા ની માટી ચોરી કરાઈ હોવા અંગે ના આક્ષેપો સ્થાનિક અગ્રણીઓ એ કર્યા છે જેને શહેરા ધારાસભ્ય અને વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડે પણ સમર્થન
આપી મુખ્યમંત્રી સુધી રજુઆત કરી છે
કલેક્ટર અને DDOની પણ કૌભાંડમાં સંડોવણી ?
શહેરાના ખાંડીયા ગામના મીરાપુરી તળાવમાંથી છેલ્લા કેટલાય સમયથી માટી નું ગેરકાયદેસર ખનન થતું હોવાના આક્ષેપો સાથે પંચમહાલ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સામે પણ માટી ચોરી ના કથિત કૌભાંડ માં સામેલ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.ખાંડીયા ના સ્થાનિક અગ્રણી એ જાતે ખનન સ્થળ પર જઈ માટી ચોરી અંગે સ્થળ તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે.
રોયલ્ટી વિના જ કરોડોની માટીનુ ખનન
સ્થાનિક અગ્રણીના આક્ષેપ મુજબ ખાણ ખનીજ વિભાગ દ્વારા 99 હજાર મેટ્રિક ટન માટી ખોદવા માટે મંજૂરી આપેલ હતી પરંતુ હાલ ના કોન્ટ્રાક્ટર દ્વારા અંદાજીત 9 લાખ મેટ્રિક ટન જેટલું અધધ ખોદકામ થઈ ગયું હોવા ના આક્ષેપો છે.રોયલ્ટી પાસ મુજબ દરેક ગાડી માં 15 ટન માટી કાઢવા નો રોયલ્ટી પાસ ઇસ્યુ કરવા માં આવે છે પરંતુ તેની સામે એક જ ગાડી માં 53 ટન વધુ માટી લઈ જવા માં આવતી હતી. આટલી મોટી માત્રા માં માટી ચોરી નું સુવ્યવસ્થિત કૌભાંડ અંગે જિલ્લા ના ઉચ્ચ અધિકારીઓ વિરૂદ્ધ પણ ગંભીર આક્ષેપો કરવા માં આવ્યા છે.પંચમહાલ જિલ્લા કલેક્ટર અને ડીડીઓ પણ એક ટન દીઠ 10 રૂપિયા લેતા હોવા ના આક્ષેપો કરવા માં આવ્યા છે ત્યારે સ્થાનિક અગ્રણીઓ એ સમગ્ર મામલે શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ અને સ્થાનિક પ્રસાસનને પણ રજુઆત કરી સમગ્ર મામલે તપાસ કરી કૌભાંડ કરનારાઓ સામે તટસ્થ તપાસ કરવા માંગ કરી છે.
સમગ્ર મામલે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી- જેઠા ભરવાડ
માટીચોરી ના કથિત કૌભાંડ ના આક્ષેપો મામલે શહેરા ધારાસભ્ય અને વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડે પણ સમર્થન આપતા સમગ્ર મામલે મુખ્યમંત્રી ને લેખિતમાં રજુઆત કરી માટી ચોરી કૌભાંડ કરનારા અધિકારીઓ અને એજન્સીઓ સામે એસીબી તપાસ ની માંગ કરી અગાઉ પણ આ નેશનલ કોરિડોર માં માટી ચોરી ના કથિત કૌભાંડો થયા હોવાની વાત ને સમર્થન આપી શહેરા ના માટી ચોરી કૌભાંડ મામલે તપાસ માટે પણ માંગ કરી છે.