બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Allegations levelled by wrestlers are serious in nature-anurag thakur

પહેલવાન ધરણા / 'બૃજભૂષણને હટાવો', મોડી રાતે ખેલ મંત્રી અનુરાગ ઠાકુરને મળેલા પહેલવાનોની એક જ રટ

Hiralal

Last Updated: 10:47 PM, 19 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે ખેલાડીઓના દેખાવ મામલે પહેલું નિવેદન આપતાં કહ્યું કે જે યોગ્ય કાર્યવાહી હશે તે કરીશું.

  • દિગ્ગજ કુસ્તીબાજોનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન
  • ખેલાડીઓ મોડી રાતે ખેલ મંત્રી અનુરાગ ઠાકુરને મળ્યાં
  • બૃજભૂષણને હટાવવાની કરી માગ 
  • ખેલાડીઓના દેખાવ મામલે પહેલી વાર બોલ્યાં ખેલ મંત્રી
  • અનુરાગ ઠાકુરે મીડિયા સામે આવીને આપ્યું મોટું નિવેદન 
  • કહ્યું કે જે યોગ્ય કાર્યવાહી હશે તે કરીશું 

રમતવીરો ભારતના મોંઘામૂલા ઘરેણા ગણાય અને તેમને તેમના કામમાં કોઈ તકલીફ પડતી હોય તો તેનો તાત્કાલિક ઉકેલ લાવવો જરુરી હોય છે. સરકાર પણ આ દિશામાં ગંભીર હોય છે અને તેનો વધુ એક દાખલો જોવા મળ્યો છે. કુસ્તીના દિગ્ગજ કુસ્તીબાજો સતત બીજા દિવસે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સાક્ષી મલિક, વિનેશ ફોગટ, બજરંગ પુનિયા અને અન્ય અગ્રણી ખેલાડીઓ કુસ્તી ફેડરેશનના પ્રમુખને હાંકી કાઢવા પર અડગ છે. ખેલાડીઓએ પ્રમુખ બૃજભૂષણ સિંહ પર યૌન શોષણના ગંભીર આરોપ કર્યાં છે. ખેલાડીઓ આજે ખેલ મંત્રાલયના સચિવ અને અધિકારીઓને મળ્યાં હતા જે પછી પહેલી વાર ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે પહેલીવાર મીડિયા સામે આવીને નિવેદન આપ્યું છે.

ખેલ મંત્રીને મળ્યાં પહેલવાનો

બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક મોડી રાતે ખેલ મંત્રી અનુરાગ ઠાકુરને તેમના નિવાસસ્થાને મળવા પહોંચ્યાં હતા. તેમણે બૃજભૂષણને હટાવવાની માગ કરી હતી. 

રમતના હિતમાં જે પણ જરુરી પગલાં હશે તે ભરીશું 
હાલમાં ચંદીગઢ રહેલા ખેલમંત્રી અનુરાગ ઠાકુરે આ મામલે ચુપ્પી તોડતાં કહ્યું કે ખેલાડીઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપો ખુબ જ ગંભીર છે. હું ચંદીગઢથી દિલ્હી પાછો જઈ રહ્યો છું અને ખેલાડીઓને મળીશ. હું તેમની વાત સાંભળીશ. ખેલાડીઓ અને રમતના હિતમાં જે પણ પગલાં ભરવાના હશે તે અમે લઈશું. આ આરોપોની નોંધ લઈને ખેલ મંત્રાલયે સ્પોર્ટસ ફેડરેશનને નોટિસ મોકલીને 72 કલાકમાં જવાબ માગ્યો છે. આગામી કેમ્પો પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે. દિલ્હીમાં 30 પહેલવાનો જે માગ પૂરી કરવા માટે ધરણા પર બેઠા છે તે પૂરી થઈ હોવાનું લાગી રહ્યું છે. ભારતીય કુશ્તી સંઘના પ્રમુખ બૃજભૂષણ સિંહ પર યૌન શોષણનો આરોપ લગાવનાર પહેલવાનોએ તેમને હટાવવાની માગ સાથે ગઈકાલથી દિલ્હીના જંતર મંતર રોડ પર ધરણા વિરોધ પ્રદર્શન શરુ કર્યું હતું જેની સરકારે નોંધ લીધી હતી અને આજે ખેલ મંત્રાલયે તેમને મંત્રણા માટે બોલાવ્યાં હતા જે પછી પાંચ મુખ્ય પહેલવાન ખેલ મંત્રાલયની ઓફિસે પહોંચ્યાં હતા અને ખેલ સચિવ અને બીજા મોટા અધિકારીઓને મળીને તેમની ફરિયાદો જણાવી હતી સાથે કેટલીક માગ પણ રાખી હતી. ખેલ મંત્રાલયના અધિકારીઓએ પહેલવાનોની વાત શાંતિથી સાંભળી હતી અને તેમને ઘટતું કરવાની ખાતરી આપી હતી. 

22મીએ બૃજભૂષણ રાજીનામું આપે તેવી શક્યતા 
ખેલ મંત્રાલય અને ખેલાડીઓ વચ્ચેની મુલાકાત બાદ બૃજભૂષણ સિંહ કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ રાજીનામું આપે તેવી શક્યતા છે. જો તેઓ રાજીનામું નહીં આપે તો તેમને દૂર કરવામાં આવી શકે છે. કુસ્તી એસોસિએશન ઓફ ઈન્ડિયાની કુસ્તી સમિતિની મિટિંગ તારીખ 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં બોલાવવામાં આવી છે, જેમાં બ્રિજ ભૂષણ શરણ સિંઘ પણ ઉપસ્થિત રહેશે. અહેવાલો અનુસાર આ બેઠકમાં બ્રિજ ભૂષણ શરણ સિંહ પણ સામેલ થશે. જો બ્રિજ ભૂષણ શરણ સિંઘ પોતે રાજીનામું નહીં આપે તો ફેડરેશન તેમને રાજીનામું આપવાનું કહેશે. 

પહેલવાનોએ શું માગ કરી 
- રેસલિંગ એસોસિએશનને બરતરફ કરવું જોઈએ.
- બ્રિજ ભૂષણ શરણ સિંહને અધ્યક્ષ પદેથી હટાવો 
- જ્યાં સુધી ગુનેગારો સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ધરણા ચાલી રાખીશું 
- એક્શન ન થાય ત્યાં સુધી કોઈ પણ એથ્લીટ કોઈ પણ ઈવેન્ટમાં ભાગ નહીં લે.
- ફેડરેશને ખેલાડીઓને સપોર્ટ અને સહયોગ આપવો જોઈએ.
- રમતની જરૂરિયાતોનું ધ્યાન રાખો. જો કોઈ સમસ્યા હોય તો ઉકેલ લાવો
- ખેલાડીઓ સાથે ખોટું વર્તન ન થાય તેનું ધ્યાન રાખો 

કયા પહેલવાન ધરણામાં હાજર 
બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, આશુ મલિક, સાક્ષી મલિક, સતવર્ત કડિયાન, અંતિમ પંઘાલ, સુમિત, સુરજીત માન, સિતાંદાર મોખારિયા, રવિ દહિયા, દીપક પુનિયા, સંગીતા ફોગાટ, સરિતા મોર, સોનમ મલિક, મહાવીર ફોગાટ, સત્યા રાણા, કુલદીપ મલિક.

બૃજભૂષણ સિંહ પર યૌન શૌષણના આરોપ
ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ બૃજભૂષણ સિંહ પર વિનેશ ફોગાટે મહિલા પહેલવાનોના યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. બીજા પહેલવાનોએ પણ બૃજભૂષણ સિંહ વિશે અનેક ફરિયાદ કરી હતી જેમાં સિંહનું અભદ્ર વર્તન, ખેલાડીઓ સાથે ગાળાગાળી, ધાક-ધમકી સહિતના બીજા આરોપ સામેલ છે. ખેલાડીઓએ બૃજભૂષણ સિંહને હટાવવાની માગણીએ દિલ્હીમાં ધરણા શરુ કરી દીધા જે આજે પણ ચાલુ રહ્યાં છે અને આજે સરકારે ખેલાડીઓને ચર્ચા માટે બોલાવ્યાં હતા જેમાં ખેલાડીઓએ સરકારને સ્પસ્ટ કહ્યું છે કે જ્યાં સુધી બૃજભૂષણ સિંહને હટાવાશે નહીં ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે. 

પીટી ઉષાએ પણ ખેલાડીઓને કર્યો સપોર્ટ 

ઈન્ડીયન ઓલિમ્પિક એસોસિએશનના અધ્યક્ષ પીટી ઉષાએ પણ ખેલાડીઓ તરફ ટ્વિટ કરીને તેમને સપોર્ટ કર્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Anurag Thakur WFI sexual harassment બૃજભૂષણ સિંહ WFI sexual harassment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ