કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા પટેલે પણ પોતાના વકીલ મારફતે લગ્નજીવન અંગે ખુલાસો કર્યો છે, ભરતસિંહ સોલંકી તેમના પત્ની સાથે ગેરવર્તન કરતા હોવાનો કર્યો આક્ષેપ
ભરતસિંહ સોલંકી દ્વારા તેમના પત્નીને નોટીસ આપવાનો મામલો
ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા પટેલે કર્યો ખુલાસો
રેશ્મા પટેલે જાહેર નોટીસ મારફતે કર્યો ખુલાસો
ભરતસિંહ સોલંકી દ્વારા તેમના પત્નીને નોટીસ આપવાના મામલે પત્ની રેશ્મા પટેલે મોટો ખુલાસો કર્યો છે. રેશ્મા પટેલે જાહેર નોટીસ મારફતે ખુલાસો કર્યો છે. વકીલ નિખલ જોષી મારફતે જાહેર નોટીસ સામે ખુલાસો કરતા ક્હ્યું છે કે, ભરતસિંહ સોલંકીને કોરાના હતો ત્યારે સેવા ચાકરી કરી પુનઃજીવન આપ્યું છે. કોરોનાથી સ્વસ્થ થયા બાદ ભરતસિંહ સોલંકીનું વર્તન બદલાયું હોવાની વાત પત્ની રેશમા પટેલે કહ્યું છે. આ સહિત વકીલે જણાવ્યું કે, ભરતસિંહ સોલંકી તેમના પત્ની સાથે ગેરવર્તન કરતા હતા. પત્નીને પહેરેલે કપડે ઘરમાંથી કાઢી મુક્યા છે. રાજકારણના હોદ્દાનો દુર ઉપયોગ કર્યાનો આક્ષેપ પણ ભરતસિંહ વિરુદ્ધ થયો છે.
છૂટાછેડા માટે દબાણ થઈ રહ્યું છેઃ રેશમા પટેલના વકીલ
છૂટાછેડા માટે ભરતસિંહ દબાણ કરી રહ્યા હોવાની વાત તેમના પત્ની રેશમા પટેલે વકીલ મારફત જણાવી છે. રેશ્મા પટેલને દબાણમાં લાવવા ભરતસિંહ સોલંકીએ નોટીસ આપી છે. રેશ્મા પટેલ આજે પણ એક સારા પત્ની તરીકે રહેવા તૈયાર હોવાની વાત વકીલ કરી રહ્યા છે. પણ રેશ્મા પટેલને માનસીક ત્રાસ મળતો હોવાની વાત વકીલે કરી છે. ઘરમાંથી કાઢી મુકવા અલગ અલગ વ્યક્તિ દ્વારા ધમકી અપાઈ હોવાનો પણ ભરતસિંહ વિરુદ્ધ આક્ષેપ ઉઠી રહ્યા છે. છુટાછેડા લેવા માટે માનસીક દબાણમાં લાવવા ખોટી નોટીસ આપી હોવાની વાત રેશમા પટેલના વકીલે કરી છે. રેશ્મા પટેલ સામે કરવામાં આવેલા આક્ષેપ તદ્દન પાયા વિહોણા ગણાવ્યા છે.
શું છે સમગ્ર મામલો ?
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાના પત્ની વિરૂદ્ધ જાહેર નોટિસ પાઠવી અને કહ્યું હતું કે, પત્ની રેશ્મા પટેલ સાથે હવે કોઇ સંબંધ નથી અને છેલ્લા 4 વર્ષથી અલગ રહીએ છીએ. સાથે જ તેમણે એવું પણ જણાવ્યું હતું કે, પત્ની કહ્યામાં નથી, મનસ્વી રીતે વર્તે છે. માટે કોઈ વ્યક્તિએ રેશ્મા પટેલ સાથે નાણાકીય લેવડ દેવડ કરવી નહિ. તેમ છતાં કોઇ નાણાંકીય લેવડ દેવડ કરશે તો તેની જવાબદારી ભરતસિંહ સોલંકીની રહેશે નહીં. આવી એક જાહેર નોટિસ ગુજરાત કોંગ્રેસના નેતા દ્વારા પાઠવવામાં આવી હતી.