બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પેપ્સી, કુરકુરે, હોર્લિક્સ જેવી વસ્તુઓથી ગંભીર નુકસાન, રિપોર્ટમાં આંખ ઉઘાડતો ખુલાસો

ચેતજો / પેપ્સી, કુરકુરે, હોર્લિક્સ જેવી વસ્તુઓથી ગંભીર નુકસાન, રિપોર્ટમાં આંખ ઉઘાડતો ખુલાસો

Last Updated: 11:49 PM, 11 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એટીએનઆઈના રિપોર્ટ અનુસાર પેપ્સીકો, યુનિલિવર અને ડેનોન જેવી કંપનીઓ ભારત સહિત અન્ય ઘણા દેશોમાં નબળી ગુણવત્તાની પ્રોડક્ટ્સ વેચી રહી છે

ATNI એટલે કે Access to Nutrition Initiative નામના ગ્લોબલ ફાઉન્ડેશનના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પેપ્સીકો, યુનિલિવર અને ડેનોન જેવી કંપનીઓના ખાદ્ય ઉત્પાદનો સામાન્ય લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત જેવા દેશોમાં આ કંપનીઓના સામાનની ગુણવત્તા નબળી છે..

જો તમે પેપ્સીકો, યુનિલિવર અને ડેનોન જેવી કંપનીઓની ફૂડ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો, તો તે તમને નુકસાન પહોંચાડી શકે છે તેવું રિપોર્ટમાં કહેવાયું છે.. ATNI નામના વૈશ્વિક ફાઉન્ડેશનના રિપોર્ટમાં આ ચોંકાવનારી વાત સામે આવી છે. પેપ્સિકો, યુનિલિવર, ડેનોન કંપનીઓ ભારત સહિત વિશ્વભરમાં અનેક પ્રકારના ઉત્પાદનોનું વેચાણ કરે છે. એટીએનઆઈના રિપોર્ટ અનુસાર આ કંપનીઓ ભારત સહિત અન્ય ઘણા દેશોમાં નબળી ગુણવત્તાની પ્રોડક્ટ્સ વેચી રહી છે.

આ ઉત્પાદનો ભારતમાં વેચાઈ રહ્યા છે

પેપ્સીકો દેશમાં પેપ્સી, સેવનઅપ, સ્લાઈસ, સ્ટિંગ, ચિપ્સ, કુરકુરે વગેરેનું વેચાણ કરે છે. યુનિલિવર હોર્લિક્સ, રેડ લેવલ ચા, તાજમહાલ ચા, ક્લોઝ અપ ટૂથપેસ્ટ, ક્લિનિક પ્લસ શેમ્પૂ અને તેલ, ડવ સાબુ વગેરેનું વેચાણ કરે છે. આ સિવાય ડેનોન બેબી ફૂડ આઈટમ્સ વેચે છે જેમાં પ્રોટીનેક્સ પણ સામેલ છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ સૌથી મોટો સવાલ એ છે કે ફૂડ સેફ્ટી બોડી હોવા છતાં આ કંપનીઓના ઉત્પાદનોની ગુણવત્તા માપદંડો મુજબ કેમ નથી?

ભારત જેવા આ દેશોમાં ખરાબ રેટિંગ

એટીએનઆઈના અહેવાલ મુજબ, પેપ્સીકો, યુનિલિવર અને ડેનોન જેવી પેકેજ્ડ ફૂડ કંપનીઓ ભારત અને અન્ય ઓછી આવક ધરાવતા દેશોમાં આવા ઉત્પાદનોનું વેચાણ કરી રહી છે જે ઓછા આરોગ્યપ્રદ છે. જ્યારે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં, આ કંપનીઓ દ્વારા વેચવામાં આવતા ઉત્પાદનોને સારા સ્વાસ્થ્ય સ્ટાર રેટિંગ હોય છે. આ રિપોર્ટમાં ઓછી આવક ધરાવતા દેશોની યાદીમાં ભારતની સાથે ઈથોપિયા, ઘાના, કેન્યા, નાઈજીરિયા, પાકિસ્તાન, ફિલિપાઈન્સ, તાન્ઝાનિયા અને વિયેતનામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, આ ખાદ્ય ઉત્પાદનોનો ઉપયોગ ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે.

આ રિપોર્ટમાં એ વાત પણ સામે આવી છે કે ઓછી આવક ધરાવતા દેશોમાં આ કંપનીઓના ખાદ્ય ઉત્પાદનોનું સરેરાશ રેટિંગ 1.8 હતું, જ્યારે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં આ રેટિંગ 2.3 હતું. ATNI અનુસાર, હેલ્થ સ્ટાર રેટિંગ ઉત્પાદનોને 5 પોઈન્ટમાંથી તેમના હેલ્થ સ્કોરના આધારે રેન્કિંગ આપવામાં આવે છે. આમાં 5 શ્રેષ્ઠ સ્કોર માનવામાં આવે છે.

PROMOTIONAL 13

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ATNI Less Healthy products PepsiCo
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ