Allegation of molestation against BJP MLA Gajendra Singh
BIG NEWS /
ભાજપ MLA ગજેન્દ્રસિંહ સામે પોક્સોની ફરિયાદ: આઇસક્રીમના બહાને કિશોરી સાથે કારમાં અડપલાં કર્યા હોવાનો આરોપ
Team VTV07:05 PM, 21 Jan 23
| Updated: 07:06 PM, 21 Jan 23
ગુજરાતનાં બે નેતાઓ સામે રાજસ્થાનમાં પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધાતા રાજકારણમાં મચ્યો ખળભળાટ.
રાજસ્થાનમાં સગીરા સાથે છેડતીનો આરોપ
ગુજરાતનાં બે નેતાઓ સામે નોંધાઈ ફરિયાદ
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને સાબરકાંઠા બઁકના ચેરમેનનું નામ
ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ રાજસ્થાનના શિરોહીમાં નોંધાઈ ફરિયાદ
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર તથા સાબરકાંઠા બઁકના ચેરમેન મહેશ પટેલ સહિત કુલ ચાર લોકો સામે રાજસ્થાનમાં સગીરા સાથે છેડતીની ફરિયાદ નોંધવામાં આવી છે. વર્ષ 2020ની સમગ્ર ઘટનાને લઈને હાલમાં જ રાજસ્થાનના શિરોહીમાં ફરિયાદ નોંધવામાં આવી છે, ફરિયાદ કરનાર કિશોરીની માતા ગયા વર્ષે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં પીડિતાની માતાએ પણ ધારાસભ્ય સાથે શારીરિક સંબંધ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
2020માં ધારાસભ્યએ કિશોરીની કરી હતી છેડતી
પીડિતાની માતાનો આરોપ છે કે MLA ગજેન્દ્રસિંહ સાથે તેમના શારીરિક સંબંધ હતા પણ વર્ષ 2020માં મારી દીકરીને આઇસક્રીમ ખાવાના બહાને લઈ જઈને શારીરિક અડપલાં તથા જબરજસ્તી કરી હતી. આ લોકોના ત્રાસના કારણે જ મેં આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપી તો ફરિયાદ લેવામાં આવી નહીં, બાદમાં કોર્ટમાં અરજી કર્યા બાદ ગુનો નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે.
નોંધનીય છે કે પીડિત કિશોરીની માતાનો આરોપ છે કે ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ વારંવાર ધમકી આપતા હતા કે મારુ મોટા લોકો સાથે ઉઠવા બેસવાનું છે, જો ફરિયાદ કરી તો મા દીકરી બંને જાનથી મારી નાંખીશ. તમે મારુ કશું બગાડી શકશો નહીં.
દેશમાં મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરતી રાજકીય પાર્ટીઑમાં જ્યારે નેતાઓ પર જ આવા ગંભીર આરોપ લાગે ત્યારે લોકોનો રાજકારણ સામે રોષે ઊભો થાય છે, એવામાં આગામી સમયમાં સમગ્ર મામલે પોલીસ તપાસમાં શું સત્ય બહાર આવે છે તે જોવું રહ્યું.