Team VTV08:52 AM, 30 Oct 21
| Updated: 09:00 AM, 30 Oct 21
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદોમાં ધેરાઈ છે. જેમા કાયદા ભવનાન હેડ સામે દુષ્કર્મનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે PHD પાસ કરાવી આપવાની લાલચે દુષ્કર્મ આચર્યું હોવાનું કુલપતિને ફરિયાદ મળી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદોમાં ઘેરાઈ
કાયદા ભવનના હેડ સામે દુષ્કર્મનો આક્ષેપ
સમગ્ર મામલે કુલપતિને ફરિયાદ કરવામાં આવી
છેલ્લા ઘણા સમયથી રાજકોટનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદનું ઘર બની ગઈ છે. કારણકે અવાર નવાર અહિયા કોઈને કોઈ બનાવોને લઈને વિવાદ થતો હોય છે. ત્યારે વધુમાં ફરી અહીયા મોટો વિવાદ સામે આવ્યો છે. જેમા કાયદા ભવનના હેડ આનંદ ચૌહાણ સામે દુષ્કર્મનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
PHD પાસ કરાવી આપવાની આપી લાલચ
આ ગંભીર આક્ષેપને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વખત વિવાદનું કેન્દ્ર બની છે. જેના કારણે યુનિવર્સિટીના સત્તાધીશો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. કાયદા ભવનના હેડ આનંદ ચૌહાણની વિરુદ્ધમાં કુલપતિને ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે PHD પાસ કરાવી આપવાની લાલચે કાયદા ભવનના હેડે દુષ્કર્મ આચર્યું છે. સાથેજ તેણે એવો પણ આક્ષેપ કર્યો છેત તેને અધ્યાપક બનાવાવી પણ લાલચ આપવામાં આવી હતી.
અગાઉ ભરતીનો વિવાદ ઉછળ્યો હતો
અગાઉ યુનિવર્સિટીની આજે સિન્ડીકેટ બેઠક મળી હતી. આ બેઠકમાં ખાસતો ભરતી વિવાદનો મુદ્દો ઉછળ્યો હતો જેને લઈને જોરદાર ચર્ચા થઈ હતી. સમગ્ર મામલે પ્રધ્યાપકોની ભરતી કરવી કે ન કરવી તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
અવારનવાર સર્જાયા છે વિવાદો
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જુનિયર એન્જિનિયરને બાંઘકામ સમિતિના નિષ્ણાંત બનાવી દેવામાં આવ્યા હતા. જેને લઈને ભારે વિવાદ થયો હતો. તે પહેલા પણ આસિટન્ટ પ્રોફેસરની ભરતીને લઈને અહિયા વિવાદ સર્જાયો હતો. ત્યારે વધુમાં ફરી એક વાર હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદ સર્જાયો છે.