ચૂકાદો / અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે, માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન કાયદેસર નહીં

allahabad high court says religion change to marriage only is not valid

અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે ફક્ત લગ્ન માટે ધર્મ પરિવર્તન યોગ્ય નથી. વિપરીત ધર્મ સાથે જોડાયેલી એક અરજીને ફગાવતા કહ્યું કે અરજી કરનારાઓ સંબંધિત મેજિસ્ટ્રેટની સામે હાજર થઈ પોતાના નિવેદન દાખલ કરાવવાની છુટ આપી છે. અરજકર્તાએ પોતાના પરિવાર સામે તેના શાંતિપૂર્ણ લગ્નજીવનમાં દખલ ન દે તે માટે અરજી કરી હતી. કોર્ટે આ અરજી પર હસ્તાક્ષર કરવાની ના પાડી દીધી હતી. આ આદેશ ન્યાયમૂર્તિ એમસી ત્રિપાઠીએ પ્રિયાંશી ઉર્ફ સમરીન અને અન્યની અરજી પર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ