અલાહાબાદ હાઇકોર્ટના જ્જ રંગનાથ પાંડેએ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂંક પર સવાલ ઉઠાવ્યાં છે. આ સાથે જ ગંભીર આરોપ લગાવ્યો છે. અલાહાબાદ હાઇકોર્ટના જજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જ્જે લખેલ પત્રમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂંક પર ભાઇ-ભત્રીજા અને જાતિવાદનો આરોપ લગાવ્યો છે.
અલાહાબાદ હાઇકોર્ટના જ્જે લખ્યું છે કે નિમણૂંક માં કોઇપણ પ્રકારનો માપદંડ નથી, આ સમયે માત્ર પરિવારવાદ અને જાતિવાદ ચાલી રહ્યો છે. જસ્ટિસ રંગનાથ પાંડયે પત્રમાં લખ્યું છે કે ભારતીય સંવિધન ભારતને એક લોકશાહી રાષ્ટ્ર જાહેર કરે છે.
Allahabad High Court judge Rang Nath Pandey has written a letter to PM Narendra Modi, alleging “nepotism and casteism” in the appointment of judges to High Courts & Supreme Court. pic.twitter.com/hA1PGyeFIg
તેમજ તેના ત્રણમાંથી એક સૌથી અગત્યનું અને મહત્વનું કોર્ટ (હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ) દૂર્ભાગ્યવશ વંશવાદ અને જાતિવાદથી પ્રેરિત થયું છે. અહીં ન્યાયાધીશના પરિવારના સભ્યો હોવું જ પછીના જ્જ હોવાનું સુનિશ્ચિત કરે છે.
રાજકીય કાર્યકર્તાઓનું મૂલ્યાંકન તેના કાર્યના આધારે ચૂંટણીમાં જનતા દ્વારા કરવામાં આવે છે. જ્યારે સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ થવું જરૂરી છે. નીચલી કોર્ટના ન્યાયાધીશોને પણ સ્પાર્ધાત્મક પરીક્ષામાં યોગ્યતા સિધ્ધ કર્યા બાદ પસંદગીની તક મળે છે.
પરંતુ હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં જ્જની નિમણૂંક માટે આપણી પાસે કોઇ માપદંડ નથી. પરીક્ષા છે તો માત્ર પરિવારવાદ અને જાતિવાદ.