બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:31 PM, 5 September 2024
13 પત્તાની રમત રમી ખૂબ લોકપ્રિય છે. જન્માષ્ટમી સહિત દેશમાં બારેમાસ રમીની ગેમ રમાતી હોય છે અને હવે તો લોકો ઓનલાઈન પણ રમતાં હોય છે. ઓનલાઈન રમાતી રમી ગેમ શું ખરેખર જુગાર ગણાય છે કે નહીં? તેને લઈને હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે.
ADVERTISEMENT
હાઈકોર્ટે શું કહ્યું
આ કેસની સુનાવણી કરતાં હાઈકોર્ટે એવું કહ્યું કે આ આવડતની રમત છે. પત્તા દ્વારા પોકર અને રમી જેવી રમતો રમવી એ બિલકુલ જુગાર નથી. આ માનસિક કૌશલ્યની રમતો છે અને તેમાં કોઈ નુકસાન નથી.
ADVERTISEMENT
શું હતો કેસ
અરજદાર ડીએમ ગેમિંગ પ્રાઇવેટ લિમિટેડે આગ્રા પોલીસ પાસે પોકર અને રમી ગેમ્સના યુનિટને ચલાવવાની પરવાનગી માંગી હતી. પોલીસે આ રમતોને જુગાર ગણીને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આનાથી શાંતિ અને સૌહાર્દ માટે ખતરો ઉભો થઈ શકે છે.
રમીપ્રેમીઓને રાહત
હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે આગ્રા પોલીસે માત્ર આશંકાના આધારે ગેમિંગ યુનિટને મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો છે. કોર્ટે આ ગેમ્સને મનોરંજન ગેમિંગ એક્ટિવિટી ગણાવી છે. અરજીકર્તા દ્વારા તેના કેસને મજબૂત બનાવવા માટે સુપ્રીમ કોર્ટના કેટલાક જૂના આદેશો પણ ટાંકવામાં આવ્યા હતા. કોર્ટે કહ્યું છે કે આગ્રા પોલીસે અરજદારના પક્ષને નવેસરથી સાંભળવો જોઈએ અને પૂર્વગ્રહ રાખ્યા વિના છ અઠવાડિયાની અંદર નવો આદેશ પસાર કરવો જોઈએ. એવું કહી શકાય કે અલ્હાબાદ હાઈકોર્ટના આ નિર્ણયથી પત્તાની રમતના પ્રેમીઓને રાહત મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે જુગારમાં રમી ખૂબ જ લોકપ્રિય છે જેમાં ભાગ લેનાર દરેક ખેલાડીઓને 13-13 પત્તા વહેંચાતાં હોય છે અને ગેમના નિયમ પ્રમાણે જે બાજી પહેલા બનાવી લે તેને નક્કી થયેલા પૈસા મળી જતાં હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.