બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / All the MPs laughed in the ongoing speech during the budget, the finance minister had a mistake in uttering this word

Budget 2023 / બજેટ દરમિયાન ચાલુ ભાષણમાં હસી પડ્યા તમામ સાંસદો, નાણામંત્રીને આ શબ્દ બોલવામાં પડી હતી ભૂલ

Megha

Last Updated: 03:45 PM, 1 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ક્રેપિંગ નીતિમાં પ્રોત્સાહનની જાહેરાત કરતાં સમયે નાણામંત્રીએ બોલવામાં કરી ભૂલ, સાંસદો હસવા લાગ્યા અને એ પછી નાણામંત્રીએ પોતાની વાત સુધારી.

  • નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતાં સમયે કરી ભૂલ 
  • ભૂલ પર વિપક્ષી સાંસદે ધ્યાન દોર્યું 
  • સાંસદો હસવા લાગ્યા અને એ પછી નાણામંત્રીએ પોતાની વાત સુધારી

નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત પાંચમી વખત દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું અને આ રેકોર્ડ બનાવનાર તે દેશના છઠ્ઠા નાણામંત્રી છે. નિર્મલા સીતારમણનું 2019 પછીનું પાંચમું બજેટ છે. અન્ય મંત્રીઓ જેમણે સતત પાંચ વાર્ષિક નાણાકીય નિવેદનો રજૂ કર્યા છે તેમાં અરુણ જેટલી, પી ચિદમ્બરમ, યશવંત સિંહા, મનમોહન સિંહ અને મોરારજી દેસાઈનો સમાવેશ થાય છે.

નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતાં સમયે કરી ભૂલ 
આજના બજેટમાં નિર્મલા સીતારમણે અન્ન યોજના, પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના સહિત અનેક યોજનાઓની જાહેરાત કરી હતી જેમાં એમને બજેટમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂક્યો હતો. જો કે આ બજેટ રજૂ કરતી વખતે તેમણે એક નાની ભૂલ પણ કરી હતી અને એ કારણે બજેટની જાહેરાત વચ્ચે સંસદનું વાતાવરણ થોડી ક્ષણો માટે હળવું થઈ ગયું હતું. આ સાથે જ એ સમયે તમામ સાંસદો પણ હસવા લાગ્યા હતા. જણાવી દઈએ કે સ્ક્રેપિંગ નીતિમાં પ્રોત્સાહનની જાહેરાત કરતાં સમયે નાણામંત્રીએ કહ્યું હતું કે તમામ વાહનો દૂર કરવામાં આવશે.આ સાંભળીને તમામ સાંસદો હસવા લાગ્યા અને એ પછી નાણામંત્રીએ પોતાની વાત સુધારી હતી. 

ભૂલ પર વિપક્ષી સાંસદે ધ્યાન દોર્યું 
જ્યારે નાણામંત્રી પ્રદૂષણ ફેલાવતા વાહનોને દૂર કરવાની વાત કરી રહ્યા હતા ત્યારે એ સમયે ભૂલથી એમને તમામ વાહનોનો ઉલ્લેખ કર્યો હતો. જો કે ત્યારે જ વિપક્ષી સાંસદે ધ્યાન દોર્યું હતું એનએ એ પછી બધા હસી પડ્યા હતા. જણાવી દઈએ કે એ પછી સીતારમણે તરત જ તે લાઇન ફરીથી વાંચી અને સુધારી હતી. નાણામંત્રીએ કહ્યું કે વાહનોના સ્ક્રેપિંગ માટે વધુ ભંડોળ ફાળવવામાં આવશે અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપશે. જૂના વાહનો પર સ્ક્રેપિંગ પોલિસી હેઠળ લોકોને પણ લાભ આપવામાં આવશે.તેમણે બજેટમાં ગ્રીન ગ્રોથના કોન્સેપ્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

નિર્મલા સીતારમણ નાણામંત્રી તરીકે બજેટ રજૂ કરનારી બીજી મહિલા
તમને જણાવી દઇએ કે, નિર્મલા સીતારમણ નાણામંત્રી તરીકે બજેટ રજૂ કરનારી બીજી મહિલા છે. આ પહેલા ઈન્દિરા ગાંધીએ 1970માં નાણામંત્રી તરીકે બજેટ રજૂ કર્યું હતું.  આ દરમિયાન નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણે ઘણા રેકોર્ડ બનાવ્યા છે.  ઉલ્લેખનીય છે કે, દેશની આઝાદી પછીથી અત્યાર સુધીમાં કુલ 74 વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યા છે અને આ સિવાય 14 વચગાળાના બજેટ, 4 વિશેષ બજેટ અથવા મિની બજેટ રજૂ કરવામાં આવ્યા છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જ એવા વડાપ્રધાન છે જેમણે બજેટ રજૂ કર્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Budget 2023 Nirmala Sitharaman Union Budget 2023 budget 2023-24 બજેટ 2023 Budget 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ