બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 24 કલાકમાં જ રદ થઇ જશે બાઇડનના તમામ સ્ટુપિડ ઓર્ડર, શપથ લીધા પહેલા જ ટ્રમ્પનું મોટું એલાન
Last Updated: 08:04 PM, 20 January 2025
ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તેઓ આજે રાત્રે ભારતીય સમય મુજબ 10:30 વાગ્યે પદના શપથ લેશે. આખી દુનિયાની નજર તેમના પર ટકેલી છે. આ દરમિયાન તેમણે પોતાના તેવર દેખાડતા વર્તમાન રાષ્ટ્રપતિના નિર્ણયોને રદ કરવાની વાત કરી છે.
ADVERTISEMENT
ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ ભારતીય સમય મુજબ સવારે 10:30 વાગ્યે થશે. શપથ લેતા પહેલા ટ્રમ્પે તેવર બતાવ્યા છે. તેમણે જાહેરાત કરી છે કે જો બાઇડેનના બધા સ્ટુપિડ ઓર્ડર 24 કલાકની અંદર રદ કરવામાં આવશે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ શપથ લેતાની સાથે જ 100 મહત્વપૂર્ણ ફાઇલો પર હસ્તાક્ષર કરશે.
ADVERTISEMENT
શપથ લીધા પછી ટ્રમ્પ શું કરવાના છે તેનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ રહ્યું છે. તેમણે તેમની ટીમને રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન કોલ માટે તૈયારી કરવા કહ્યું છે. શપથ ગ્રહણ કરતા પહેલા પોપ ફ્રાન્સિસે પ્રાર્થના કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે અમેરિકા એક એવો સમાજ બનાવશે જ્યાં નફરત, ભેદભાવ અથવા બહિષ્કારને કોઈ સ્થાન નહીં હોય.
ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં કોણ હાજરી આપશે?
ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ઘણા અબજોપતિઓ અને મોટા નેતાઓ હાજરી આપશે. ઘણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ પણ ભાગ લઈ શકે છે. આમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ. બુશ અને લોરા બુશ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને હિલેરી ક્લિન્ટન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ હાજરી આપશે. જોકે મિશેલ ઓબામા હાજરી આપશે નહીં.
આ સાથે ટિકટોકના સીઇઓ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે. તેમને મુખ્ય મહેમાનોમાં સ્થાન મળશે. ટેસ્લાના સીઈઓ અને ટ્રમ્પના નજીકના સાથી એલોન મસ્ક, એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અને મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ પણ હાજર રહેશે. ભૂતપૂર્વ સ્પીકર નેન્સી પેલોસી હાજરી આપશે નહીં.
કુમાર મંગલમ બિરલાએ શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલાં આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કહ્યું હતું કે ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે પાછા ફરી રહ્યા છે. તેમની પાસે વૈશ્વિક સ્તરે હાલના વાતાવરણને નવું રૂપ આપવાની તાકાત છે. આનાથી વિશ્વના અર્થતંત્ર અને વેપાર પર મોટી અસર પડશે.
આ પણ વાંચોઃ બિઝનેસ / ટ્રમ્પની તાજપોશી પહેલા-પહેલા શેર માર્કેટ તેજીમાં, આ 10 શેરોએ મચાવ્યું તોફાન
આગળ શું થશે તે હું કહી શકતો નથી
બીજી તરફ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ પદ પર તૈનાત ભારતીય મૂળના રિચર્ડ વર્માએ અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોના ભવિષ્ય અંગે આશા વ્યક્ત કરી છે. એક મીડિયાને તેમણે કહ્યું કે, તેઓ અમેરિકા અને ભારત વચ્ચેના મતભેદોને લઇ ચિંતિત નથી. હું નથી ઇચ્છતો કે ભારત અને અમેરિકા વચ્ચેનો સંબંધ લેણ-દેણ વાળો સંબંધ બને.
રિચાર્ડ વર્માએ કહ્યું હું કહી શકતો નથી કે આગળ શું થશે. મને એટલું જ ખબર છે કે આ સંબંધને બંને બાજુથી અવિશ્વસનીય સમર્થન છે. બંને દેશો સાથે મળીને ઘણું બધું કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.